Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ઝઘડિયાના બાવાગોર દરગાહ ટ્રસ્ટના કારોબારી અધિકારી તરીકે મહંમદ સિંધીની નિમણુંક

તાજેતરમાં ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા કથિત ભ્રષ્ટાચાર થતો હોવાની સુરતની સીદી જમાતની રજુઆતને પગલે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા ગત તા.૭ મી જુલાઇએ હુકમ કરવામાં આવ્યો હતો..

ભરૂચ: ઝઘડિયાના બાવાગોર દરગાહ ટ્રસ્ટના કારોબારી અધિકારી તરીકે મહંમદ સિંધીની નિમણુંક
X

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ સુફીસંત હઝરત બાવાગોરની દરગાહની જગ્યાના વહિવટ માટે ચાલી રહેલા વિવાદ વચ્ચે થોડા સમય પહેલાજ વકફ બોર્ડ દ્વારા દરગાહ ટ્રસ્ટ ફરીથી કાર્યરત કરવામાં આવ્યું હતું.તાજેતરમાં ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા કથિત ભ્રષ્ટાચાર થતો હોવાની સુરતની સીદી જમાતની રજુઆતને પગલે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા ગત તા.૭ મી જુલાઇએ હુકમ કરવામાં આવ્યો હતો..

જે વાતની જાણ ગુજરાત વકફ બોર્ડ દ્વારા ટ્રસ્ટીઓને કરવામાં આવી હતી ત્યાર બાદ આજરોજ કરજણના મહંમદ સિંધીને કારોબારી અધિકારી તરીકે નિમણૂક કરતા વકફ બોર્ડ દ્વારા ટ્રસ્ટીઓએ મહંમદ સિંધીને વહીવટ સોપવા હુકમ કર્યો હતો છતા તેઓ ઓફીસને તાળા મારીને ગેરહાજર રહ્યા હતા.નવા વહીવટદારે હાલમાં દરગાહના સ્થળે આવીને ટ્રસ્ટ ઓફિસ પર જે તાળુ લગાવેલ હતુ તેના પર બીજુ તાળુ મારી દીધુ હતું,

આ બાબતને લઇને તાલુકાની જનતામાં ચકચાર મચી જવા પામી છે જોકે નવા નિમાયેલા વહીવટદારે પંચોની હાજરીમાં દરગાહ ટ્રસ્ટનો કાર્યભાર સંભાળી લિધો છે, ઉલ્લેખનીય છેકે આ પહેલા પણ વહિવટ બાબતે વિવાદ સર્જાતા વકફ બોર્ડે મહમદ સિંધીને કારોબારી અધિકારી તરીકે નીમણુક કરાઈ હતી

Next Story