Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નેત્રંગ તાલુકા શિક્ષણ વિભાગ દ્વારા "સમર્થ" થીમ આધારિત ચતુર્થ વાર્ષિકોત્સવ-2023 યોજાયો...

નેત્રંગ તાલુકાની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઘડતરની સાથે તેમની પ્રતિભાના વિકાસ માટે વિવિધ પ્રવૃતિઓ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવે છે.

ભરૂચ : નેત્રંગ તાલુકા શિક્ષણ વિભાગ દ્વારા સમર્થ થીમ આધારિત ચતુર્થ વાર્ષિકોત્સવ-2023 યોજાયો...
X

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઘડતરની સાથે તેમની પ્રતિભાના વિકાસ માટે વિવિધ પ્રવૃતિઓ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવે છે. સરકારી શાળાઓનાં વિધાર્થીઓમાં રહેલ આવી અનેક પ્રતિભાને ખીલવવા અને આપણી સાંસ્કતિમાં રહેલી વિવિધતાને જાણવા માટે નેત્રંગ તાલુકા શિક્ષ્ણ વિભાગ દ્વારા ચતુર્થ વાર્ષિકોત્સવ-2023નું આયોજન કરવામાં આવ્યું હતું.

નેત્રંગ તાલુકા શિક્ષ્ણ વિભાગ દ્વારા "સમર્થ" થીમ પર આયોજિત ચતુર્થ વાર્ષિકોત્સવ-2023 કાર્યક્રમની શરૂઆત આદીવાસી પરંપરાઓ અને નૃત્ય સાથે આવેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ દીપપ્રાગટ્ય કરી અને બી.આર.સી. કો. ઓર્ડીનેટર હિરેન પટેલ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ હતું. જે બાદ તુલસીનો છોડ અને ચકલી ઘર અને પક્ષીઓ માટે પીવાના પાણીના બાઉલ્ડ આપી આવેલ મહેમાનોને આવકાર્યા હતા. નેત્રંગ તાલુકાનાં થવા બેડા કંપનીની આઈસ ગર્લ દ્રષ્ટિ વસાવાના સબળ નેતૃત્વ થકી ટીમ ગુજરાતને સુર્વણ પદક પ્રાપ્ત થયો છે, ત્યારે આ પ્રસંગે દ્રષ્ટિ વસાવાનું પણ શિક્ષણ વિભાગ દ્વારા સાંસદ સભ્ય અને નરેન્દ્ર મોદી વિચાર મંચ ભરૂચ જિલ્લા પ્રમુખ બ્રિજેશ પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા સાંસદ મનસુખ વસાવાના હસ્તે બ્લોક રિસોર્સ સેન્ટર નેત્રંગ તાલુકાના લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું. જે લોગોમાં સેવા, શિક્ષણ અને સંસ્કારના સૂત્ર સાથે જ કુદરતી સૌંદર્યનો પણ આ લોગોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તાલુકા તેમજ તાલુકાની શાળાઓમાં કે, જેઓ વિવિધ પ્રવૃતિઓમાં ઉત્સાહ પુર્વક ભાગ લેનાર વિદ્યાર્થીઓને તેમજ આજે યોજાયેલ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ભાગ લેનાર બાળકોને ઉપસ્થિત મહેમાનોના હસ્તે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન અલ્પેશ વસાવા, શિક્ષણાધિકારી કિશન વસાવા, પ્રાચાર્ય કલ્પના ઉનડકટ, જિલ્લા પંચાયત ચેરમેન વર્ષા દેશમુખ સહિત તાલુકાના આગેવાનો, શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story