Connect Gujarat
ભરૂચ

ભરૂચ: દીલ્હી- મુંબઇ વચ્ચેની સફર માત્ર 13 કલાકમાં, બસ 2023 સુધી રાહ જુઓ

ગ્રીનફિલ્ડ એકસપ્રેસ હાઇવેની કામગીરીનું કેન્દ્રીય પરિવહનમંત્રી નિતિન ગડકરીએ નિરિક્ષણ કર્યું હતું.

X

દેશની રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઇ વચ્ચે નિર્માણ પામી રહેલાં ગ્રીનફિલ્ડ એકસપ્રેસ હાઇવેની કામગીરીનું કેન્દ્રીય પરિવહનમંત્રી નિતિન ગડકરીએ નિરિક્ષણ કર્યું હતું.

દીલ્હી અને મુંબઇ વચ્ચેનું આશરે 1,300 કીમીનું અંતર કાપતાં 24 કલાકથી વધારેનો સમય લાગતો હોય છે પણ હવે આગામી દિવસોમાં આ સમયગાળો ઘટીને 13 કલાક જેટલો થઇ જશે અને તેનું કારણ છે ગ્રીનફિલ્ડ એકસપ્રેસ હાઇવે.

એકસપ્રેસ હાઇવે દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થશે.આ એક્સપ્રેસ વે જયપુર, ઉદયપુર, અજમેર, કોટા, ચિત્તોડગઢ, ભોપાલ, ઉજ્જૈન, ઇન્દોર, અમદાવાદ અને સુરત જેવા આર્થિક કેન્દ્રોને પણ ઉત્તમ જોડાણ આપશે. આ એકસપ્રેસ હાઇવે અનેક ખાસિયતો ધરાવે છે. પ્રાણીઓને જંગલમાં રસ્તો પાર કરવામાં મુશ્કેલી ન પડે તે માટે એશિયાનો આ પ્રથમ અને વિશ્વનો બીજો એક્સપ્રેસ વે પ્રાણી ઓવરપાસ ઉપર બનાવવામા આવી રહ્યો છે. દર વર્ષે લગભગ 32 કરોડ લિટર ઇંધણની બચત થશે. એક્સપ્રેસ વેની આજુબાજુ 15 લાખ વૃક્ષો વાવવામાં આવશે તે સાથે કાર્બન ડાયોકસાઇડના ઉત્સર્જનમાં વાર્ષિક 85 મિલિયન કિ.મી. CO2નો ઘટાડો થશે.

કેન્દ્રીય પરિવહનમંત્રી નિતિન ગડકરીએ એકસપ્રેસ હાઇવેની કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું. આ એકસપ્રેસ વેના નિર્માણ દરમિયાન એક દિવસમાં સૌથી વધારે કીલોમીટરનો આરસીસીનો રસ્તો બનાવી વિશ્વ રેકોર્ડ પણ બનાવવામાં આવ્યો છે. ભરૂચની નર્મદા નદી પર એકસ્ટ્રા ડોટ કેબલ બ્રિજ બની રહયો છે ત્યારે નિતિન ગડકરીએ બ્રિજની પણ મુલાકાત લીધી હતી. નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓએ નિતિન ગડકરીને બ્રિજની કામગીરી વિશે માહિતી આપી હતી. આગામી 2023ની સાલ સુધીમાં એકસપ્રેસ હાઇવેનું લોકાર્પણ કરી દેવાનું આયોજન છે.

Next Story