Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ચેનલ નર્મદાના રજત જયંતી વર્ષ નિમિત્તે નીલકંઠ ઉપવન ખાતે વોલીબોલ સ્પર્ધા યોજાય...

ચેનલ નર્મદાના રજત જયંતી વર્ષની ઉજવણીના ભાગરૂપે નીલકંઠ ઉપવન ખાતે વોલીબોલ સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

X

ભરૂચની ચેનલ, ચેનલ નર્મદાના રજત જયંતી વર્ષની ઉજવણીના ભાગરૂપે નીલકંઠ ઉપવન ખાતે વોલીબોલ સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

સમાચારોની સાથે સમાજ સેવાને લક્ષ્યમાં રાખી છેલ્લા 25 વર્ષથી ભરૂચમાં કાર્યરત આપની પોતાની ચેનલ, ચેનલ નર્મદા હાલ તેના રજત જયંતી વર્ષની ઉજવણી કરી રહી છે. જેના ભાગરૂપે સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ 25 જેટલા કાર્યક્રમો યોજાશે, ત્યારે ગત રવિવાર તા. 12 માર્ચે ભરૂચના નિલકંઠ ઉપવન ગ્રાઉન્ડ ખાતે ચેનલ નર્મદા તથા નિલકંઠ નગર યુવક મંડળના સહયોગથી વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અ સ્પર્ધામાં ભરૂચ, અંક્લેશ્વર, જંબુસર, કોસંબા તથા પારડીથી આવેલ વિવિધ 7 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધાનું ઉદ્ઘાટન ભરૂચના ખેલપ્રેમી પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ તેમજ ચેનલ નર્મદાના ડાયરેક્ટર નરેશ ઠક્કરના હસ્તે રીબીન કાપીને કરાયું હતું. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, સ્થાનિક નગર સેવક પ્રવીણ પટેલ, ચેનલ નર્મદાના બ્યુરો ચીફ જીગર દવે, CATV ઇન્ચાર્જ ચંદ્રેશ ભટ્ટ, નિલકંઠ નગર યુવક મંડળના ડેનિશ મોદી, કવન રાણા તથા મોટી સંખ્યામાં રમત પ્રેમીઓ ઉપસ્થિતિ રહ્યા હતા. ફાઈનલ મેચમાં પ્રથમ ઇનામ 11,000/ અને ટ્રોફી એન.ડી.મોબાઈલ પ્રયોજિત આંબા પારડીની ટીમના કેપ્ટન જયેશના નેતૃત્વમાં વિજેતા બની હતી, જ્યારે દ્વિતીય ક્રમે અંકલેશ્વરની ટીમ ભાવેશના નેતૃત્વમાં વિજેતા બની 7,500નું રોકડ ઇનામ અને ટ્રોફી જીતી હતી. 2 આશ્વાસન ઇનામો મોનટુના નેતૃત્વમાં કોસંબાની ટીમ અને કેપ્ટન અનિશના નેતૃત્વમાં ટંકારીયાની ટીમ વિજેતા બની હતી. સમગ્ર ટુર્નામેન્ટમાં રેફરી, અમ્પાયર અને સ્કોરર તરીકેની તટસ્થ જવાબદારી SMC કઠોરના મેહુલ ચાવડા, ભરૂચની જે.પી.કોલેજના જયપાલસિંહ મોરી, કેતન નીઝામા, મનીષ પટેલ તથા અંકુર પટેલે બખૂબી નિભાવી હતી.

Next Story