Connect Gujarat
ભરૂચ

ભરૂચ : દિવાળીમાં એસટી બસોમાં મુસાફરોનો રહયો ધસારો, 1.41 કરોડ રૂા.ની આવક

મુસાફરોના ધસારાને પહોંચી વળવા એસટી નિગમ તરફથી એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી

ભરૂચ : દિવાળીમાં એસટી બસોમાં મુસાફરોનો રહયો ધસારો, 1.41 કરોડ રૂા.ની આવક
X

કોરોનાની મહામારી ઓછી થયા બાદ દિવાળીના તહેવારો એસટી નિગમના ભરૂચ ડીવીઝનને પણ ફળ્યાં છે......

દિવાળીમાં એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ધસારો રહયો હતો. મુસાફરોના ધસારાને પહોંચી વળવા એસટી નિગમ તરફથી એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. એસટી નિગમના આ પ્રયાસને મુસાફરો ઉમળકાભેર આવકાર્યો હોય તેમ એક જ દિવસમાં 90 હજાર ટીકીટ બુક કરાવવામાં આવી... ગત વર્ષે આ સંખ્યા 74 હજારની આસપાસ રહી હતી..કોરોનાનું સંક્રમણ ઓછું થવા સાથે રસીકરણ પણ 100 કરોડને પાર જતાં લોકો હવે નિશ્ચિત બની ઘરોની બહાર નીકળી રહયાં છે. દીવાળીમાં વતન તેમજ પ્રવાસન સ્થળોએ જતાં લોકોની સંખ્યા વધી છે. ભરૂચ ડીવીઝનની વાત કરવામાં આવે તો ડીવીઝન તરફથી રેગ્યુલર 1419 રૂટ ઉપરાંત દિવાળીના તહેવાર નિમિતે 218 એક્સ્ટ્રા રૂટ મળી કુલ સાડા પાંચ હજારથી વધુ કિલોમીટર પર બસો દોડાવવામાં આવી જેમાં ભરૂચ એસ.ટી.ડિવિઝન ને રૂ.1.41 કરોડ ની માતબર આવક થઈ છે..

Next Story