Connect Gujarat
ભરૂચ

ભરૂચ:પોલીસે વાગરા તાલુકાના મુલેર ગામમાંથી બે બોગસ તબીબોને ઝડપી પાડ્યા

મૂળ વેસ્ટ બંગાળના અને હાલ મુલેર ગામ ખાતે રહેતા મોનીતલ મનોરંજન હાજરા પાસે મેડીકલ પ્રેકટીસ અંગેનું સર્ટીફીકેટ માંગતા તેણે નહિ હોવાનું જણાવ્યું હતું

ભરૂચ:પોલીસે વાગરા તાલુકાના મુલેર ગામમાંથી બે બોગસ તબીબોને ઝડપી પાડ્યા
X

વાગરા તાલુકાના મુલેર ગામમાંથી ભરૂચ એસ.ઓ.જી.પોલીસે વાગરા તાલુકાના મુલેર ગામમાંથી બે બોગસ તબીબોને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એસ.ઓ.જી પોલીસ મથકનો સ્ટાફ એ.ટી.એસ ચાર્ટર મુજબની કામગીરીના પેટ્રોલીંગમાં વાગરા તાલુકામાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે આમોદ રોડ ઉપર મોનીતલ મનોરંજન હાજરાનાઓ ભાડેની દુકાનમાં ડીગ્રી વિના દવાખાનું શરુ કરી મેડીકલ પ્રેક્ટીસ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા

પોલીસે મેડીકલ પ્રેકટીસ કરતા મૂળ વેસ્ટ બંગાળના અને હાલ મુલેર ગામ ખાતે રહેતા મોનીતલ મનોરંજન હાજરા પાસે મેડીકલ પ્રેકટીસ અંગેનું સર્ટીફીકેટ માંગતા તેણે નહિ હોવાનું જણાવ્યું હતું પોલીસે ગેરકાયદેસર રીતે એલોપેથીક મેડીકલ પ્રેક્ટીસ કરતા અને દવા તેમજ મેડીકલ સાધનો કબજે કરી બોગસ ડોકટરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે જયારે આવી જ રીતે આમોદ રોડ ઉપર આવેલ એસ.એસ.મોબાઈલની બાજુમાં સોહાગ પ્રણય દાસ નામનો ઇસમ દુકાન ભાડે રાખી ડીગ્રી વિના દવાખાનું શરુ કરી મેડીકલ પ્રેક્ટીસ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા

તેની પાસે મેડીકલ પ્રેકટીસ અંગેનું સર્ટીફીકેટ માંગતા તેણે નહિ હોવાનું જણાવ્યું હતું પોલીસે ગેરકાયદેસર રીતે એલોપેથીક મેડીકલ પ્રેક્ટીસ કરતા અને દવા તેમજ મેડીકલ સાધનો કબજે કર્યા હતા પોલીસે બંને સ્થળોથી કુલ ૨૭ હજારનો મુદ્દામાલ કબજે કરી બંને બોગસ તબીબને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે.

Next Story