Connect Gujarat
ભરૂચ

ભરૂચ: સહકાર ભારતી ગુજરાતના સદસ્યતા અભિયાનનો પ્રારંભ, જિલ્લા પ્રમુખ તરીકે એન.જે. પટેલની પુન: નિયુક્તિ

ભરૂચ અને નર્મદા જિલ્લા સહકાર ભરતીની બેઠક ભોલાવના રેસ્ટ હાઉસ ખાતે મળી હતી. જેમાં જિલ્લાના સંગઠનની રચના કરવામાં આવી હતી.

ભરૂચ: સહકાર ભારતી ગુજરાતના સદસ્યતા અભિયાનનો પ્રારંભ, જિલ્લા પ્રમુખ તરીકે એન.જે. પટેલની પુન: નિયુક્તિ
X

સહકારીતમાં સમગ્ર દેશમાં નોંધનીય કાર્ય ઉભું કરનાર સંસ્થા સહકાર ભારતી ના ગુજરાત વિભાગમાં સદસ્યતા અભિયાનની શરૂઆત થતા તે અંગે ભરૂચ અને નર્મદા જિલ્લા સહકાર ભરતીની બેઠક ભોલાવના રેસ્ટ હાઉસ ખાતે મળી હતી. જેમાં જિલ્લાના સંગઠનની રચના કરવામાં આવી હતી.

સહકાર ભરતી ગુજરાતના સંગઠન મંત્રી જીવનભાઈ ગોલે ની અધ્યક્ષતામાં ભોલાવ સર્કિટ હાઉસ ખાતે મળી હતી. મિટિંગમાં સહકાર ભારતીના પ્રદેશના પ્રચાર પ્રસાર પ્રમુખ સુરેશભાઈ આહીર તથા જિલ્લાના સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પ્રદેશ સંગઠન મંત્રી જીવનભાઈ ગોલે એ સહકાર ભારતીના કાર્ય અને તેનાથી સહકારી ક્ષેત્રે આવેલા પરિવર્તન ઉપર પ્રકાશ પાડી વધુમાં વધુ સંસ્થા અને વ્યક્તિઓ સહકાર ભારતી સાથે જોડાય તેવી અપીલ કરી હતી.

સહકારના માધ્યમથી ગામડામાં બેસેલા કિસાનોની આવક વધારવા સહકાર ભારતી જિલ્લા પંચાયત બેઠક દીઠ વિશેષ માર્ગ દર્શન કાર્યક્રમો કરશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. બેઠકમાં સહકાર ભારતીના જિલ્લા સંગઠનની રચના કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પ્રમુખ તરીકે એન.જે.પટેલ અને ભરૂચ શહેર પ્રમુખ તરીકે આર.આર.પઢીયારની પુન: નિયુક્તિ કરાઈ હતી.

Next Story