Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઝઘડીયા તાલુકામાં નર્મદા નદીના પૂર બાદ જોવા મળ્યા તારાજીના દ્રશ્યો, હજારો લોકો થયા અસરગ્રસ્ત

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને ઝઘડીયા સહિતના તાલુકામાં નર્મદા નદીમાં આવેલ ભારે પૂરથી હજારો લોકો અસરગ્રસ્ત થયા છે,

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને ઝઘડીયા સહિતના તાલુકામાં નર્મદા નદીમાં આવેલ ભારે પૂરથી હજારો લોકો અસરગ્રસ્ત થયા છે, ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને કઈક અંશે સહાય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને ઝઘડીયા સહિતના તાલુકામાં નર્મદા નદીમાં આવેલ પૂરથી હજારો લોકો અસરગ્રસ્ત થયા હતા. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, તે ઝઘડીયા તાલુકાના ઓર પટાર ગામના પૂર પછી તારાજીના દ્રશ્યો છે. આ ગામમાં 800 જેટલા લોકોની વસ્તી છે. ગામના તમામ લોકો પશુઓ પર અને ખેતી પર નિર્ભર છે. તમામ ખેડૂતોની ખેતીમાં મોટા પાયે નુકસાન થયું છે. તેમજ ગામમાંથી કેટલાક પશુઓ પણ તણાઈ ગયા છે, અને કેટલાક પશુઓના મોત પણ નીપજ્યાં છે, ત્યારે હાલ તો ખેડૂતો તંત્ર પાસે સહાયની આશા રાખીને બેઠા છે. પશુઓન જીવતો પાછા આવવા નથી પરંતુ સરકાર દ્વારા કઈક અંશે સહાય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. જુઓ કનેક્ટ ગુજરાતનો અહેવાલ...

Next Story