Connect Gujarat
ભરૂચ

ભરૂચ: સિનિયર ફિઝિયોથેરાપીસ્ટ ડો.સેતુ લોટવાલાની રાજ્યકક્ષાની ફિઝિયોથેરાપીસ્ટ કાઉન્સીલમાં ઈન્સ્પેકટર તરીકે વરણી

ભરૂચ: સિનિયર ફિઝિયોથેરાપીસ્ટ ડો.સેતુ લોટવાલાની રાજ્યકક્ષાની  ફિઝિયોથેરાપીસ્ટ કાઉન્સીલમાં ઈન્સ્પેકટર તરીકે વરણી
X

ભરૂચમાં છેલ્લા 19 વર્ષથી કાર્યરત સિનિયર ફિઝિયોથેરાપીસ્ટ ડો.સેતુ લોટવાલાએ વધુ એક સિધ્ધી હાંસલ કરી છે. ડો.સેતુ લોટવાલાની રાજ્યકક્ષાની રાજ્યકક્ષાની ફિઝિયોથેરાપીસ્ટ કાઉન્સીલમાં ઈન્સ્પેકટર તરીકે વરણી કરવામાં આવી છે. ડો.સેતુ લોટવાલાએ મેગ્લોરથી ફિઝિયોથેરાપીનો અભ્યાસ કર્યો હતો અને ત્યાર બાદ તેઓ 19 વર્ષથી ભરૂચમાં કાર્યરત છે તેઓએ સ્પાઇન અને જોઇન્ટના દુખાવાની સારવારમાં કુશળતા હાંસલ કરી છે.

ફિઝિયોથેરાપીસ્ટ ઉપરાંત તેઓએ સામાજિક સંસ્થા ભારત વિકાસ પરિષદના સેક્રેટરી તરીકે પણ હાલમાં કાર્યરત છે.ગુજરાત રાજયમાં પ્રેક્ટિસ કરવા માંગતા ફિઝિયોથેરાપીસ્ટે ફિઝિયોથેરાપી કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. જેના માટે જરૂરી ડૉક્યુમેન્ટનું વેરીફીકેશન ડો.સેતુ લોટવાલા દ્વારા થઈ શકશે જેનાથી ભરૂચ અને અંકલેશ્વરની આસપાસના ફિઝિયોથેરાપીસ્ટની રજીસ્ટ્રેશન પ્રક્રિયા ઝડપી અને સરળ બની શકશે.ડો. સેતુ લોટવાલાને રાજ્યકક્ષાની કાઉન્સીલમાં મહત્વની જવાબદારી મળવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

Next Story