ભરૂચ: વાગરામાં કોંગ્રેસના કેટલાક આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા
વાગરાના અરગામા ગામના સરપંચ,ઉપસરપંચ સહિતના કાર્યકરોએ ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે ભાજપનો ખેસ પહેરી કેસરીયો ધારણ કરતા રાજકારણ ગરમાયું
BY Connect Gujarat Desk21 July 2022 10:48 AM GMT

X
Connect Gujarat Desk21 July 2022 10:48 AM GMT
વાગરા વિધાનસભામાં ભાજપ વધુ મજબૂત બનવા સતત પ્રયાસ કરી રહ્યુ છે.અંગારેશ્વર,સુવા ગામના કોંગ્રેસી આગેવાનોએ થોડા સમય પહેલા ભાજપનો ખેસ પહેરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો ત્યા જ વાગરાના અરગામા ગામના સરપંચ,ઉપસરપંચ સહિતના કાર્યકરોએ ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે ભાજપનો ખેસ પહેરી કેસરીયો ધારણ કરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.આ અગાઉ પણ કોંગ્રેસનાં અનેક નેતા અને કાર્યકરો ભાજપમાં જોડાય ચૂક્યા છે.
Next Story