Connect Gujarat
ભરૂચ

ભરૂચ: જુનિયર કલાર્કની પરીક્ષાને લઈ એસ.ટી.વિભાગ સજ્જ, 41 હજાર ઉમેદવારોની અવર જવર માટે કરાયું વિશેષ આયોજન

પરિક્ષાર્થીઓના પરિવહન માટે બસો દોડતી થઈ જશે કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરી દેવાયો છે.ભરૂચ જિલ્લામાંથી સુરત, નવસારી અને વલસાડ 12 હજારથી વધુ પરિક્ષાર્થીઓ પરીક્ષા આપવા જશે.

X

ભરૂચ એસ.ટી.વિભાગે જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે . પરિક્ષાર્થીઓને પરીક્ષા આપવા પરિવહન માટે ભરૂચ જિલ્લા એસ.ટી. વિભાગ 8 એપ્રિલથી જ એક્શનમાં આવી જશે ભરૂચ જિલ્લામાં રવિવારે 37 કેન્દ્રો પર જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાનાર છે. પરિક્ષાર્થીઓને પરીક્ષા આપવા પરિવહન માટે ભરૂચ જિલ્લા એસ.ટી. વિભાગ 8 એપ્રિલથી જ એક્શનમાં આવી જશે.

ભરૂચ વિભાગીય નિયામક વી.એચ.શર્માએ માહિતી આપી હતી કે, ભરૂચ વિભાગના બન્ને જિલ્લા નર્મદા અને ભરૂચના તમામ ડેપો અને પોઇન્ટ ઉપર સ્ટાફ મૂકી દેવાયો છે. આઠ એપ્રિલથી જ પરિક્ષાર્થીઓના પરિવહન માટે બસો દોડતી થઈ જશે કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરી દેવાયો છે.ભરૂચ જિલ્લામાંથી સુરત, નવસારી અને વલસાડ 12 હજારથી વધુ પરિક્ષાર્થીઓ પરીક્ષા આપવા જશે.

નર્મદા જિલ્લામાંથી પંચમહાલ, સુરત, છોટાઉદેપુર, નવસારી 9 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવા જશે.એવી જ રીતે દાહોદ, તાપી અને છોટાઉદેપુરથી નર્મદામાં 8500 અને સુરત, નવસારી, વલસાડ, તાપી તેમજ છોટા ઉદેપુરથી 11,500 ઉમેદવાર ભરૂચ જિલ્લામાં પરીક્ષા આપનાર છે.એકંદરે આ 41 હજાર ઉમેદવારોના અવર જવર માટે એસ.ટી. બસોનું આયોજન કરાયું છે. એડવાન્સ બુકીંગ પણ શરૂ કરી દેવાયું છે. સાથે જ 60 બસો સ્ટેન્ડબાય રહેશે. અને બન્ને જિલ્લામાં પોલીસ બંદોબસ્ત પણ ફાળવી દેવાયો છે.

Next Story