Connect Gujarat
ભરૂચ

ભરૂચ: લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીનાં વિદ્યાર્થીએ ફિઝિક બોડી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અમદાવાદ દ્વારા "આંતર કોલેજ સ્પોર્ટ્સ કેલેન્ડર વર્ષ ૨૦૨૨-૨૩" નું આયોજન કરવામાં આવ્યું છે.

ભરૂચ: લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીનાં વિદ્યાર્થીએ ફિઝિક બોડી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો
X

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અમદાવાદ દ્વારા "આંતર કોલેજ સ્પોર્ટ્સ કેલેન્ડર વર્ષ ૨૦૨૨-૨૩" નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ રમતોમાં ગુજરાતની અલગ અલગ કોલેજોએ ભાગ લીધો છે.

જેમાં ઝોન -૪ ની ફિઝિક બોડી સ્પર્ધામાં ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીનો સેમેસ્ટર -૭નો વિદ્યાર્થી ઉઝેફ યુનુસભાઈ સિદ્દીએ ભાગ લીધો હતો અને આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને કોલેજનું ગૌરવ વધાર્યું છે.જેથી કોલેજના ટ્રસ્ટી, આચાર્યા અને સમસ્ત સ્ટાફ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

Next Story