Connect Gujarat
ભરૂચ

ભરૂચ: નેત્રંગના કંબોડીયા ગામે વીજલાઇનમાં શોર્ટ સર્કિટના કારણે શેરડીનો પાક બળીને ખાક, ખેડૂતે કરી વળતરની માંગ

શોર્ટ સર્કિટ થવાથી ખેડુતની સાડા ત્રણ એકર શેરડીનો પાક બળીને ખાખ થઇ જતા ખેડુતને ભારે આથિૅક નુકસાનનો સામનો કરવાનો વારો આવ્યો

ભરૂચ: નેત્રંગના કંબોડીયા ગામે વીજલાઇનમાં શોર્ટ સર્કિટના કારણે શેરડીનો પાક બળીને ખાક, ખેડૂતે કરી વળતરની માંગ
X

નેત્રંગના કંબોડીયા ગામે વીજલાઇનમાં શોર્ટ સર્કિટ થવાથી ખેડુતની સાડા ત્રણ એકર શેરડીનો પાક બળીને ખાખ થઇ જતા ખેડુતને ભારે આથિૅક નુકસાનનો સામનો કરવાનો વારો આવ્યો હતો. નેત્રંગ તાલુકામાં સિંચાઈના પાણીની અપુરતી સુવિધાના અભાવે ખેડુતોની હાલત દિન-પ્રતિદિન બદ્દતર બની રહી છે.દર વર્ષે ચોમાસાની સિઝનમાં થતાં વરસાદના આધારે જ ખેડુતો ખેતીકામ કરતાં હોય છે.પરંતુ આ વર્ષે ચોમાસું નબળુ રહેતા આખું વર્ષ સિંચાઈ-પીવના પાણી બાબતે ધરતીપુત્રોને વલખા મારવા પડી શકે છે.

જેમાં નેત્રંગ તાલુકાના કંબોડીયા ગામના ખેડુતે કનુભાઈ પટેલ ગામની સીમમાં આવેલ જમીનમાં શેરડીના પાકનું રોપાણ કર્યું હતું.ખાતર,બિયારણ અને કાળી મજુરી કરીને શેરડીનો પાક તૈયાર કર્યો હતો.ખેડૂતના ખેતરમાંથી દ.ગુજરાત વીજ કંપનીના વીજપુરવઠો પસાર કરવા માટેની વીજલાઇન પસાર થાય છે.એકાએક વીજલાઇનમાં શોર્ટ સર્કિટ થતા આગના તણખા શેરડીમાં પડતા શેરડીનો પાક બળીને ખાખ થઇ ગયો હતો.બનાવની આજુબાજુના ખેડુતોને થતા ભારે જહેમત ઉઠાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.ખેડુતને થયેલ નુકશાન બાબતે વળતરની માંગ કરવામાં આવી છે

Next Story