ભરૂચ જિલ્લાના આમોદ તાલુકા નજીકથી પસાર થતી એક ટ્રકને અકસ્માત નડ્યો હતો. અકસ્માતના પગલે ટ્રક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, આમોદ તાલુકા નજીકથી પસાર થતી ઢાઢર નદી પાસે ભરૂચથી જંબુસર જતી એક ટ્રકને અકસ્માત મદયો હતો. જેમાં ટ્રકના ચાલકે એકાએક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક બેકાબુ બની હતી, ત્યારે ટ્રક રોડની સાઈડમાં ઉતરી જતાં ડ્રાઇવરે પોતાનો જીવ બચાવવા છલાંગ લગાવી હતી. બદનસીબે ડ્રાઈવર ટ્રકના ટાયર નીચે આવી જતા ઘટના સ્થળે જ તેનું કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. અકસ્માતના પગલે આસપાસથી લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો, ત્યારે હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.