Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નેત્રંગમાં સિંચાઈ યોજનાના લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરીનો ભેદ ઉકેલનાર પોલીસકર્મીઓનું સન્માન કરાયું

નેત્રંગમાં સિંચાઈ યોજનાના લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ હતી, ત્યારે આ ચોરીનો ભેદ ઉકેલનાર પોલીસકર્મીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : નેત્રંગમાં સિંચાઈ યોજનાના લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરીનો ભેદ ઉકેલનાર પોલીસકર્મીઓનું સન્માન કરાયું
X

ભરૂચ જિલ્લાના નેત્રંગમાં સિંચાઈ યોજનાના લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ હતી, ત્યારે આ ચોરીનો ભેદ ઉકેલનાર પોલીસકર્મીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર, ભરૂચ જીલ્લાના નેત્રંગ-વાલીયા તાલુકાના ગામોમાંથી આર.આર ઇંફા પ્રોજેક્ટ લી. કંપનીનું રીજીઓનલ વોટર સપ્લાય-૨ પાઇપોની ચોરી થવાથી નેત્રંગ-વાલીયા પોલીસે ચારથી વધુ ટીમો બનાવી નેત્રંગ-વાલીયા, અંકલેશ્વર, ભરૂચ ટોલનાકા ઉપરના સીસીટીવી ફૂટેજ તપાસ કરી જે વિસ્તારમાં કામ ચાલતું હોય, ત્યાં ખાનગી વાહનોમાં પેટ્રોલીંગ દરમ્યાન પાટીખેડા ગામ પાસે બે શંકાસ્પદ ઇસમો ચોરી થયેલા પાઇપો આઇસર ટેંપામાં ભરતા હોય અને એક ફોર વ્હીલ કાર પાઇલોટીંગ કરતી હોવાની માહિત મળતા પુરતા પોલીસ બંદોબસ્ત સાથે પાટીખેડા ગામ પાસે કોર્ડન કરી રેડ કરતાં આઇસર ટેમ્પા નંગ સાથે રૂ. ૨૩,૧૬,૦૮૦ ઉપરથી ૧૭ જેટલા ઇસમોની ચોરી કરતાં રંગે હાથ પકડી પાડી જેલ ભેગા કરી દીધા હતા.

ગણતરીના દિવસોમાં પોલીસે રૂ. ૭૫,૮૪,૨૫૮ લાખના મુદ્દામાલ જપ્ત કરી ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. જેમાં નેત્રંગ પોલીસ સ્ટેશનના પૂર્વ પીએસઆઇ એન.જી.પાંચાણી, પોલીસકર્મી વિજયસિંહ મોરી, અજીત વસાવા, મુળજી વસાવા, અજીત વસાવા અને પ્રકાશ વસાવાનું જંબુસર ખાતે યોજાયેલ જીલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિવસે જીલ્લા કલેક્ટર તુષાર સુમેરા અને જીલ્લા પોલીસ વડા ડૉ. લીના પાટીલે પ્રસંશાપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.

Next Story