Connect Gujarat
ભરૂચ

ભરૂચ: દહેજની જી.એ.સી.એલ કંપનીમાંથી પેલેડીયમ કેટાલિસ્ટ પાઉડર ચોરીનો મામલો, લાખોના મુદ્દામાલની ચોરી

આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા ૭,૮૦,૦૦૦ અને ચાર મોબાઈલ ફોન મળી કુલ ૭,૯૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

ભરૂચ: દહેજની જી.એ.સી.એલ કંપનીમાંથી પેલેડીયમ કેટાલિસ્ટ પાઉડર ચોરીનો મામલો, લાખોના મુદ્દામાલની ચોરી
X

ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલ G.A.C.L કંપનીમાં નોકરી કરતા કર્મચારી તથા અગાઉ કેટાલીસ્ટ પાવડરની ચોરીમાં પકડાયેલ આરોપી રાહુલ રાઠોડ તેમજ તેના મિત્રોએ ભેગા મળી ચોરી કરી એક મકાનમાં બધા મિત્રો ભેગા થયા હોવાની બાતમી ક્રાઇમ બ્રાંચને મળતા ક્રાઇમ બ્રાંચે દહેજ ખાતેના એક મકાન માં જઈ તપાસ કરતા તમામ મળી આવતા તેઓની સમગ્ર મામલે પૂછપરછ શરૂ કરી હતી.

ક્રાઇમ બ્રાંચની પુછપરછમાં તમામ આરોપીઓ ભાંગી પડ્યા હતા અને તેઓના પાસે રહેલા રૂપિયા ૭,૮૦,૦૦૦ દહેજ ખાતેની G.A.C.L કંપની માંથી પેલેડીયમ કેટાલિસ્ટ પાઉડરની ચોરી કરી વેચી દીધેલ જે વેચાણના રૂપિયા હોવાની કબૂલાત કરતા પોલીસે તમામની અટકાયત કરી હતી.ક્રાઇમ બ્રાંચે મામલે રાહુલ રાઠોડ , વિક્કી પવાર,મહેશરાઠોડ અને અજય રાઠોડની અટકાયત કરી તેમજ અન્ય એક આરોપી નવીનભાઈ ઉર્ફે ડોન રણછોડભાઈ પટેલ રહે ઉંચેડિયા, ઝઘડિયા નાઓને વોન્ટેડ જાહેર કરી તમામપાસેથી રોકડા રૂપિયા ૭,૮૦,૦૦૦ અને ચાર મોબાઈલ ફોન મળી કુલ ૭,૯૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Next Story