Connect Gujarat
ભરૂચ

ભરૂચ: અંકલેશ્વર જીનવાલા સ્કુલ સામે આવેલ LIC ઓફિસમાં થઈ ચોરી

બારીના સળીયા તોડી ચોરોએ ઓફીસમાં પ્રવેશી ઓફિસમાં લાગેલ CCTV કેમેરાના વાયર સહિત DVR અને મોનીટરની ચોરી કરીએ તસ્કરો ફરાર

ભરૂચ: અંકલેશ્વર જીનવાલા સ્કુલ સામે આવેલ LIC ઓફિસમાં થઈ ચોરી
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં પરિમાણ નાકા જિનવાલા સ્કૂલની સામે આવેલ LICની ઓફીસમાં ચોરીનો બનાવ બન્યો છે. બારીના સળીયા તોડી ચોરોએ ઓફીસમાં પ્રવેશ કર્યો હતો. ઓફિસમાં લાગેલ CCTV કેમેરાના વાયર સહિત DVR અને મોનીટરની ચોરી કરીએ તસ્કરો ફરાર થયા હતા. અંકલેશ્વર પોલીસે બનાવ અંગે તપાસ હાથધરી છે.

મ્લાતી માહિતી અનુસાર, અંકલેશ્વરના પીરામણ નાકા જીનવાલા સ્કુલની સામે આવેલ લાઇફ ઇંસ્યોરન્સ કોર્પોરેશનની ઓફીસમાં પાછળની બારીના સળીયા તોડી તસ્કરોએ ઓફીસમાં પ્રવેશ કર્યો હતો અને ઓફીસમાં રહેલ સી.સી.ટી.વી કેમેરાના વાયરો ખેંચી, ડી.વીઆર અને મોનીટરની પણ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગે એલ.આઇ.સી. મેનેજર દ્વારા ઓફીસમાં કુલ રૂપિયા 14,500 મત્તાની ચોરી થયાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે. જોકે ફરિયાદના આધારે અંકલેશ્વર પોલીસે તપાસના ચક્રો ગતીમાન કર્યા છે.

Next Story