Connect Gujarat
ભરૂચ

ભરૂચ : કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલાના હસ્તે દહેગામ ખાતે બ્રુડર મલ્ટીપ્લીકેશન સેન્ટરનું ઉદઘાટન કરાયું

જંબુસર તાલુકાના દહેગામ ખાતે કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલાના વરદહસ્તે વૈષ્ણવી એકવાટેક બીએમસી બ્રુડર મલ્ટીપ્લીકેશન સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલાના  હસ્તે દહેગામ ખાતે બ્રુડર મલ્ટીપ્લીકેશન સેન્ટરનું ઉદઘાટન કરાયું
X

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દહેગામ ખાતે કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલાના વરદહસ્તે વૈષ્ણવી એકવાટેક બીએમસી બ્રુડર મલ્ટીપ્લીકેશન સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં એક માત્ર પ્લાન્ટ ધરાવતા વૈષ્ણવી એકવાટેક પ્લાન્ટ જે આખા વિશ્વમાં ગુજરાત અને ખાસ કરીને જંબુસરનું નામ રોશન કરશે. એટલું જ નહીં, ઝીંગાના બીજ માટે ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં જતા વેપારીઓને પણ મોટી રાહત થશે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

ભારત સરકારના મત્સ્યોધોગ,પશુપાલન અને ડેરી મંત્રાલયના મંત્રી પરષોત્તમ રૂપાલાના વરદહસ્તે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દહેગામ ખાતે વૈષ્ણવી એકવાટેક બીએમસી બ્રુડર મલ્ટીપ્લીકેશન સેન્ટરનું ઉદધાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલાએ પવિત્ર શ્રાવણ માસની તેમજ મહોરમના પર્વની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં એક માત્ર પ્લાન્ટ ધરાવતા વૈષ્ણવી એકવાટેક પ્લાન્ટ જે આખા વિશ્વમાં ગુજરાત અને ખાસ કરીને જંબુસરનું નામ રોશન કરશે. કાપડ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગ પછી મત્સ્ય ઉદ્યોગ વિકસી રહ્યો છે. ઝીંગાના બીજ માટે ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં જતા વેપારીઓને મોટી રાહત થશે. ગુજરાતના વેપારીઓને અહીંયાથી બિયારણ મળી રહેશે તેમ જણાવ્યું હતું. આ વેળાએ કેન્દ્રિય મંત્રીએ કેન્દ્ર સરકારની અનેકવિધ યોજનાઓની માહિતી આપી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પા પટેલ, પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી, એપીએમસીના ચેરમેન વનરાજસિંહ મોરી, નાયબ કલેકટર, સુપ્રીટેન્ડન્ટ ઓફ ફીસરીઝ એચ.વી.મહેતા, આગેવાન પદાધિકારીઓ, અધિકારીઓ, વૈષ્ણવી એકવાટેક બીએમસી બ્રુડર મલ્ટીપ્લીકેશન સેન્ટરના અધિકારીગણ, રાજ્ય તેમજ અન્ય રાજ્યના ખેડૂત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story