Connect Gujarat
ભરૂચ

ભરૂચ : તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે સંસ્કૃત કાર્યશાળા કાર્યક્રમ યોજાયો

ભરૂચના તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે વેદ પાઠશાળામાં અભ્યાસ કરતાં ઋષિકુમારો તેમજ ભાષાના ઉપાસકો માટે સંસ્કૃત કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતુ.

ભરૂચ : તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે સંસ્કૃત કાર્યશાળા કાર્યક્રમ યોજાયો
X

ભરૂચના તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે વેદ પાઠશાળામાં અભ્યાસ કરતાં ઋષિકુમારો તેમજ ભાષાના ઉપાસકો માટે સંસ્કૃત કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતુ.

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને તપોવન સંસ્કાર કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 185 જેટલા સંસ્કૃતના ઉપાસક શિક્ષકો અને સંસ્કૃત વેદ પાઠશાળાના ઋષિકુમારોએ ભાગ લીધો હતો. કાર્યશાળાના માધ્ય મથી દેવોની ભાષા ગણાતી તેમજ લુપ્તિ થતી સંસ્કૃતત ભાષાને વાણી-વ્યૃવહારમાં ઉજાગર કરવાનો પ્રયાસ કરાયો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતા, ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગરના અધ્યરક્ષ જયશંકર રાવલ તેમજ ગુજરાત રાજ્યા સંસ્કૃત બોર્ડનાં મદદનીશ અધિકારી પુલકિત જોષી, સંસ્કૃત ભારતી, પશ્ચિુમ ક્ષેત્રના સંગઠન મંત્રી હિમાંજય પાલીવાલ, તપોવન સંસ્કાર કેન્દ્ર ભરૂચના સ્થાપક દિનેશ પંડ્યા, શિક્ષણ નિરિક્ષક ડૉ. સંગીતાબેન મિસ્ત્રી, દિવ્યેશ પરમાર, નગીન રાઠવા તેમજ અન્યક અધિકારીઓ હાજર રહયાં હતાં.

Next Story