Connect Gujarat
ભરૂચ

ભરૂચ: આમોદના કોલવણા ગામના સરપંચ તરીકે ઝફર ગડીમલની વરણી, સાત ટર્મથી ગ્રામપંચાયત થાય છે સમરસ જાહેર

આમોદ તાલુકાના કોલવણા ગામના લોકોએ સતત સાતમી ટર્મ ગામ પંચાયત સમરસ જાહેર કરતા રાજકીય ખેંચતાણના વાતાવરણમાં લોકોને એક દ્રષ્ટાંત પૂરું પાડ્યુ હતુ.

ભરૂચ: આમોદના કોલવણા ગામના સરપંચ તરીકે ઝફર ગડીમલની વરણી, સાત ટર્મથી ગ્રામપંચાયત થાય છે સમરસ જાહેર
X

આમોદ તાલુકાના કોલવણા ગામના લોકોએ સતત સાતમી ટર્મ ગામ પંચાયત સમરસ જાહેર કરતા રાજકીય ખેંચતાણના વાતાવરણમાં લોકોને એક દ્રષ્ટાંત પૂરું પાડ્યુ હતુ.ગામલોકોએ યુવા પત્રકાર અને સામાજિક કાર્યકર ઝફર ગડીમલને બિનહરીફ સરપંચ નિયુક્ત કર્યા છે.આ ઉપરાંત તમામ વોર્ડના સભ્યોની પણ બિનહરીફ વરણી કરવામાં આવી છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર કોલવણા ગામે છેલ્લે ૧૯૮૯માં પંચાયતની ચૂંટણી યોજાઇ હતી ત્યારબાદ સતત પંચાયત સમરસ જાહેર કરવામાં આવી છે. હાલ પંચાયત સમરસ જાહેર થતાં લોકોમાં ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે

Next Story