Connect Gujarat
ભરૂચ

ભરૂચ : આમોદ નગરમાં પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ, નગરજનોને 2 દિવસ નહીં મળે પાણી..!

આમોદનગરમાં આવેલ રાણા સ્ટ્રીટ પાસે પાણીની મેઈન લાઈનમાં ભંગાણ થતાં નગરજનો માટે 2 દિવસ પાણીની સમસ્યા ઉભી થઇ છે.

ભરૂચ : આમોદ નગરમાં પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ, નગરજનોને 2 દિવસ નહીં મળે પાણી..!
X

ભરૂચ જિલ્લાના આમોદનગરમાં રાણા સ્ટ્રીટ નજીકથી પસાર થતી પાણીની મેઈન લાઈનમાં ભંગાણ સર્જાતા ભરઉનાળે લોકોને પાણી માટે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જે બાબતે આમોદ પાલિકાએ નગરજનોને રીક્ષા ફેરવી સૂચના આપી દીધી છે, ત્યારે આમોદનગરમાં ફરીથી પાણી માટે રામાયણ ઉભી થઇ છે.

આમોદનગરમાં આવેલ રાણા સ્ટ્રીટ પાસે પાણીની મેઈન લાઈનમાં ભંગાણ થતાં નગરજનો માટે 2 દિવસ પાણીની સમસ્યા ઉભી થઇ છે. જોકે, આમોદ પાલિકાના શાસકોએ ગામમાં રીક્ષા ફેરવી નગરજનોને પાણીની સમસ્યા બાબતે અવગત કર્યા હતા, ત્યારે 2 દિવસથી પાણીની સમસ્યાને લઈને નગરજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આમોદ નગરપાલિકા પ્રમુખ મહેશ પટેલે જણાવ્યું હતું કે, આમોદના રાણા સ્ટ્રીટ પાસે પાણીની મેઈન લાઈન લીકેજ થઈ હતી.

જેથી નગરજનોને પાણી વગર તકલીફ ન પડે માટે આગલા દિવસે અઢી કલાક સુધી જે તે વિસ્તારમાં પાણી આપવામાં આવ્યું હતું. મેઈન લાઇન લીકેજ હોવાથી આમોદ નગરના ગાંધીચોક, કાછીયાવાડ,વણકરવાસ,રાણાસ્ટ્રીટ, પશુ દવાખાના નગરી, બહુચરાજી નગરી રબારીવાડ, મેઈન બજાર અને સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં લોકોને 2 દિવસ સુધી પાણી મળશે નહીં.

Next Story