Connect Gujarat
ભરૂચ

BREAKING NEWS : ભરૂચના વરેડિય નબીપુર વચ્ચે રેલ્વેના ઓવરહેડ કેબલમાં ક્ષતિ,2 ટ્રેન રદ્દ-11 ટ્રેન નિયત સમય કરતાં મોડી પડી

BREAKING NEWS : ભરૂચના વરેડિય નબીપુર વચ્ચે રેલ્વેના ઓવરહેડ કેબલમાં ક્ષતિ,2 ટ્રેન રદ્દ-11 ટ્રેન નિયત સમય કરતાં મોડી પડી
X

ભરૂચ નજીક રેલવેમાં આજરોજ મોટી યાંત્રિક ખામી સર્જાય હતી જેના કારણે ટ્રેન વ્યવહારને વ્યાપક અસર પહોંચી હતી. વરેડિય નબીપુર વચ્ચે રેલ્વેનો ઓવરહેડ વાયર તૂટી જતા દોડધામ મચી જવા પામી હતી. યાંત્રિક ખામીના કારણે 2 ટ્રેન રદ્દ કરી દેવાની ફરજ પડી હતી તો કુલ 11 ટ્રેન નિયત સમય કરતાં મોડી પડી હતી. આ અંગેની જાણ થતાની સાથે જ રેલવેના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને તાતકાલિક સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. અપ લાઇન પર સવારે 10.10 વાગ્યે રેલ વ્યવહાર પુન:કાર્યાન્વિત કરી દેવામાં આવ્યો હતો. આ બનાવના પગલે વડોદરા-ભરૂચ મેમુ અને ભરૂચ-સુરત મેમુ ટ્રેન રદ્દ કરવાની ફરજ પડી હતી. તો 11 ટ્રેન નિયત સમય કરતા મોડી પડી હતી

કઈ ટ્રેનને થઈ અસર:

  • 12932 AHMEDABAD – MUMBAI CENTRAL-DOUBLE DECKER AT NABIPUR
  • 82902 AHMEDABAD – MUMBAI CENTRAL- IRCTC TEJAS AT LAKODRA
  • 20908 BHUJ – DADAR – SYAJINAGARI AT. LAKODRA
  • 12926 AMRITSAR – BANDRA AT KASHIPURA SARAR
  • 22954 AHMEDABAD – MUMBAI CENTRAL-GUJARAT EXP. AT MAKARPURA
  • 22497 Sri.GANGANAGAR – TIRUCHIRAPALLI HUMSAFAR At VADODARA
  • 19016 PORBANDAR – MUMBAI CENTRAL – SAURASHTRA EXP at BAJWA
  • 19028 JAMMU – BANDRA At BAJWA
  • 22195 V.LAXMIBHAI- BANDRA at PILOL
  • 22664 Jodhpur-Chennai Egmore Exp at Vasad
  • 19202 Porbandar- Secunderabad Exp at Adas Road
Next Story