CG Exlusive: 28 "નિરજે" મફત પેટ્રોલ મેળવ્યું,નેત્રંગના પેટ્રોલ પંપ સંચાલકે 2 દિવસમાં 15 હજાર રૂપિયાનું પેટ્રોલ વિના મૂલ્યે આપ્યું

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 100 રૂપિયાને પાર કરી ગયાં છે ત્યારે નીરજ નામવાળાઓની લોટરી નીકળી હતી.

New Update

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 100 રૂપિયાને પાર કરી ગયાં છે ત્યારે નીરજ નામવાળાઓની લોટરી નીકળી હતી. ભરૂચમાં નીરજ નામધારીઓને એક પેટ્રોલ પંપના માલિકે 500 રૂપિયાના મફત પેટ્રોલની જાહેરાત કરી હતી ત્યારે પેટ્રોલ પંપ સંચાલકે 2 દિવસમાં રૂપિયા 15 હજારનું 150 લિટર જેટલું પેટ્રોલ વિનામૂલ્યે આપ્યું હતું

Advertisment W3.CSS

ભારતની એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ જીતવાની ૧૨૧ વર્ષની પ્રતિક્ષા દુર થઈ છે. ભાલા ફેંકમાં ભારતના સ્ટાર ખેલાડી નીરજ ચોપડાએ ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. એથ્લેટિક્સ કોઈપણ ઓલિમ્પિકનું મુખ્ય આકર્ષણ છે.પરંતુ આજદિન સુધી કોઇપણ ભારતીય આ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો નથી.જે કિતીઁમાન નીરજ ચોપડાએ હાંસલ કરતાં સમગ્ર દેશભરમાં ગૌરવની લાગણી જોવા મળી છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ-મોવી રોડ ઉપર આવેલ એસ.પી પેટ્રોલપંપના માલીક ઐયુબ પઠાણે પણ નીરજને સન્માનિત કરવા માટે એક અનોખી પહેલ કરી હતી. તેમણે પોતાના પેટ્રોલપંપ ઉપર સોમવારના સાંજના પાંચ વાગ્યા સુધી નીરજ નામના કોઈપણ વ્યક્તિ પેટ્રોલ ભરાવા આવે તો તેને રૂ.૫૦૧નું પેટ્રોલ મફતમાં ભરી આપવાની જાહેરાત કરવામાં આવતા નીરજ નામધારી વ્યક્તિઓ ઓળખપત્ર લઈ પેટ્રોલપંપ પર પહોંચ્યા હતા અને મફતમાં પેટ્રોલ મેળવ્યું હતું.

ઓફરની સમય મર્યાદા પૂર્ણ થઇ ગઈ છે ત્યારે પેટ્રોલ પંપના સંચાલક ઐયુબ પઠાણે કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 2 દિવસમાં નીરજ નામ ધરાવતા 28 લોકોને રૂ.15 હજારનું 150 લીટર જેટલું પેટ્રોલ વિના મૂલ્યે આપવામાં આવ્યું છે. લોકોનો સારો પ્રતિસાદ સાંપડ્યો હતો અને નીરજ ચોપરાએ દેશને ગોલ્ડ મેડલના રૂપમાં જે સન્માન અપાવ્યું છે ત્યારે એમને પ્રોત્સાહિત કરવા આ અભિગમ અપનાવવામાં આવ્યો હતો