Connect Gujarat
ભરૂચ

નેત્રંગ : ભક્ત હાઈસ્કૂલની સ્માર્ટ કૃતિ જિલ્લાકક્ષાએ પ્રથમ,શાળામાં આનંદની લાગણી

નેત્રંગના ભક્ત હાઇસ્કુલના વિધાર્થીઓની સ્માર્ટ આઇ બ્લિંક સેન્સરની કૃતિ જીલ્લાકક્ષાએ પ્રથમ આવતા શાળાપરીવારમાં આનંદ વ્યાપી જવા માંડ્યો હતો.

નેત્રંગ : ભક્ત હાઈસ્કૂલની સ્માર્ટ કૃતિ જિલ્લાકક્ષાએ પ્રથમ,શાળામાં આનંદની લાગણી
X

નેત્રંગના ભક્ત હાઇસ્કુલના વિધાર્થીઓની સ્માર્ટ આઇ બ્લિંક સેન્સરની કૃતિ જીલ્લાકક્ષાએ પ્રથમ આવતા શાળાપરીવારમાં આનંદ વ્યાપી જવા માંડ્યો હતો.

ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકા મથકે કાર્યરત શ્રીમતિ એમ.એમ ભક્ત હાઇસ્કુલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરવામાં આવે છે.જેમાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતી બે વિધાર્થીનીઓએ સ્માર્ટ આઇ બ્લિંક સેન્સરની કૃતિ બનાવી હતી.જે ગણિત-વિજ્ઞાનના પ્રદર્શનમાં નેત્રંગ તાલુકા- જીલ્લાકક્ષાએ પ્રથમ આવ્યા બાદ રાજ્યકક્ષાએ પ્રદર્શન માટે પસંદગી થતાં શાળા પરીવારમાં આનંદ વ્યાપી જવા માંડ્યો હતો.કૃતિ બનાવનાર વિધાર્થીઓ જણાવ્યું હતું કે,કોઇ વાહનના ડ્રાઈવરને ચાલુ ગાડીએ ઝોકું આવી જાય ત્યારે એલઇડી ચાલુ થશે અને સાઇરન વાગવાથી ડ્રાઈવર જાગી જશે.

તેમ છતાં ડ્રાઇવર નહીં ઉઠે તો ડ્રાઈવરની ગાડીનો બ્રેક એક સેકન્ડ પછી ઓટોમેટિક થોભી જશે.આ આખી સિસ્ટમ સ્માર્ટ આઇ બ્લિંક સેન્સરથી થશે.જે આપણી આંખોમાં અથડાઈને પાછા એજ સેન્સરમાં અથડાશે.જેના કારણે આપણી આંખોના પલકારા ૧ કે ૧ થી ઓછી સેકન્ડ પસંદ થશે તો એલઇડી અને સાયરન વાગશે જેના કારણે ચાલુ ગાડીએ કોઈ ડ્રાઇવરને ઝોકું આવી જાય અને અકસ્માત થાય તેના નિવારણ માટે આ કૃતિનું બનાવાઇ છે.આ કૃતિ બનાવા માટે યોગ્ય માર્ગદર્શન શાળાના આચાર્ય પ્રમોદસિંહ ગોહિલ અને શિક્ષક આર.એમ પટેલે આપ્યું હતું.

Next Story