ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં અંકલેશ્વર શહેર બી’ ડિવિઝન પોલીસે દરેક વ્યક્તિ માટે કાયદો એક સમાન હોવાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર ખાતે વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવના ભાગરૂપે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનાર કેટલાક વાહન ચાલકો સામે પોલીસે તવાઈ બોલાવી હતી. જોકે, દરેક વ્યક્તિ માટે કાયદો એક સમાન હોવાથી અંકલેશ્વર શહેર બી’ ડિવિઝન પોલીસે વિશેષ ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરી હતી. જેમાં વાહનો પર બ્લેક ફિલ્મ, સીટ બેલ્ટ ન પહેરવો, નંબર પ્લેટમાં છેડછાડ સહિતના અનેક વાહનોને થોભાવ્યા હતા. પોલીસે સ્થળ ઉપર જ વાહન પરથી બ્લેક ફિલ્મ દૂર કરી જે તે વાહન ચાલક વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ, પોલીસની ટ્રાફિક ડ્રાઈવના પગલે ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરતાં અન્ય વાહન ચાલકોમાં પણ ફફડાટ ફેલાયો હતો.