Connect Gujarat
ભરૂચ

મર્હુમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ દ્વારા ભરૂચ-નર્મદા જીલ્લામાં શરૂ કરાશે રાજકીય પ્રવાસ..!

ટ્વીટમાં ફૈઝલ પટેલે કહ્યું હતું કે, આગામી તા. 1 એપ્રિલથી હું ભરૂચ અને નર્મદા જિલ્લાની 7 વિધાનસભા બેઠકોનો પ્રવાસ કરીશ.

મર્હુમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ દ્વારા ભરૂચ-નર્મદા જીલ્લામાં શરૂ કરાશે રાજકીય પ્રવાસ..!
X

કોંગ્રેસના દિવંગત નેતા અને ભરૂચના પનોતા પુત્ર સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલને રાજકારણમાં તેમના ઔપચારિક પ્રવેશ વિશે ખાતરી નથી. જોકે તેઓ તેમના વતન ભરૂચ અને નર્મદા જિલ્લામાં પડદા પાછળ રહીને કોંગ્રેસ પાર્ટી માટે કામ કરશે. ગત રવિવારે એક ટ્વીટમાં ફૈઝલ પટેલે કહ્યું હતું કે, આગામી તા. 1 એપ્રિલથી હું ભરૂચ અને નર્મદા જિલ્લાની 7 વિધાનસભા બેઠકોનો પ્રવાસ કરીશ.

મારી ટીમ રાજકીય પરિસ્થિતિની વર્તમાન વાસ્તવિકતાનું મૂલ્યાંકન કરશે અને અમારું મુખ્ય ધ્યેય સિદ્ધ કરવા માટે જરૂર પડ્યે મોટા ફેરફારો પણ કરવામાં આવશે. ઇશ્વરની ઇચ્છા મુજબ તમામ 7 બેઠકો જીતીશું તેમ ટ્વીટ કરીને જણાવ્યુ હતું. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, અત્યારે રાજકારણમાં જોડાઈ રહ્યો નથી અને હજુ સુધી પાર્ટીમાં જોડાવાની ખાતરી નથી. જોકે, ફૈઝલ પટેલે કહ્યું હતું કે, ચૂંટણીના રાજકારણમાં પ્રવેશ નહીં કરું. પરંતુ પાર્ટી માટે કામ કરીશ. ઉપરાંત તે ક્યારે પાર્ટીમાં જોડાશે તે અંગેના પ્રશ્નના જવાબમાં ફૈઝલ પટેલે કહ્યું હતું કે, તે હાઈકમાન્ડ નિર્ણય કરશે.

ગુજરાતમાં વર્ષના અંત સુધીમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે હાલ કોંગ્રેસ પાર્ટી ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. રાહુલ ગાંધીએ રાજ્ય એકમને ગેલ્વ્સનાઇઝ કરવા માટે ઘણી બેઠકો કરી છે, અને પાર્ટીએ રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓને મજબૂત કરવા માટે 4 સચિવો સાથે રઘુ શર્માની નિમણૂક કરી છે. અહેમદ પટેલને સોનિયા ગાંધીના સૌથી શક્તિશાળી સહયોગીઓમાંના એક માનવામાં આવતા હતા. તેઓ કોંગ્રેસ પાર્ટીના ખજાનચી પણ રહ્યા હતા. જોકે, તેમના પુત્ર કે, પુત્રીએ અત્યાર સુધી ચૂંટણીના રાજકારણમાં પ્રવેશ કર્યો નથી.

Next Story
Share it