Connect Gujarat
ભરૂચ

ભરૂચ : લમ્પી વાયરસથી હજારો ગાયોના મોત બાબતે રાષ્ટ્રીય કિસાન પરિષદ દ્વારા મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને અપાયુ આવેદન

ગુજરાતમાં ગાયોમાં ફેલાઈ રહેલો લમ્પી વાયરસના કારણે હજારો ગાયોના મોત બાબતે રાષ્ટ્રીય કિસાન પરિષદ દ્વારા ભરૂચ સમાહર્તાને આવેદનપત્ર પાઠવ્યું

ભરૂચ : લમ્પી વાયરસથી હજારો ગાયોના મોત બાબતે રાષ્ટ્રીય કિસાન પરિષદ દ્વારા મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને અપાયુ આવેદન
X

ગુજરાતમાં ગાયોમાં ફેલાઈ રહેલો લમ્પી વાયરસના કારણે હજારો ગાયોના મોત બાબતે રાષ્ટ્રીય કિસાન પરિષદ દ્વારા ભરૂચ સમાહર્તાને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી જેમાં જણાવ્યા અનુસાર, વેટરનરી હેલ્થ ઇમરજન્સી પશુ આરોગ્ય ઇમરજન્સી તાત્કાલિક જાહેર કરવામાં આવે, લમ્પી વાયરસને ગાયોની મહામારી જાહેર કરવામાં આવે,ગુજરાત સરકારનો બધોજ વેટરનરી સ્ટાફ,પ્રાઇવેટ ડેરીઓ નો વેટરનરી સ્ટાફ અને વેટરનરી કોલેજના બધા જ વિદ્યાર્થીઓને એક છત નીચે લાવી દરેકને તાલુકામાં મોકલી ગાયોની સારવાર તથા વેક્સીન માટે એમને કામે લગાડવામાં આવે અને જરુર પડેતો મહારાષ્ટ્ર , મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી વેટરનરી સ્ટાફ બોલાવવામાં આવે..


એક અઠવાડિયામાં બધીજ ગાયો અને પશુઓને રસી આપવામાં આવે તે માટે ભારતના બધાજ રાજ્યોમાંથી લમ્પી વેકસીન મંગાવવામાં આવે, દરેક ગામમાં આઇશોલેશન સેંટર બનાવવામાં આવે અને ખર્ચેની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે, દરેક ખેડૂત માલધારી કે પશુપાલકની લમ્પી વાયરસથી મરનાર દરેક પશુ દીઠ રૂ .50,000/-ની સહાય સરકાર તરફથી આપવામાં આવે જેવી માંગ સાથે આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ , રાષ્ટ્રીય બજરંગદળ અને રાષ્ટ્રીય કિસાન પરિષદના સેજલ દેસાઈ,જસવંત ગોહિલના અધ્યક્ષતામાં આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.

Next Story