Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર GIDCમાં આવેલ ડેનિમ કંપનીનો ચોરીનો ભેદ ઉકેલાયો, પાંચ આરોપીઓ ઝડપાયા

મળતી માહિતી અનુસાર, ગત ૧૬મી જુલાઈના રોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં ડેનિમ કંપનીને તસ્કરોએ નિશાન બનાવી હતી.

અંકલેશ્વર GIDCમાં આવેલ ડેનિમ કંપનીનો ચોરીનો ભેદ ઉકેલાયો, પાંચ આરોપીઓ ઝડપાયા
X

મળતી માહિતી અનુસાર, ગત ૧૬મી જુલાઈના રોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં ડેનિમ કંપનીને તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરોએ બાજુની કંપનની દીવાલ કૂદી કંપનીમાં પ્રવેશ કર્યો હતો અને કંપનીમાં રહેલ ૨૦ ફૂટ લાંબી ૪૫ થી ૫૦ જેટલી એસ.એસની પાઇપ મળી કુલ ૮૦ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે જી.આઈ.ડી.સી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન રાજપીપળા રોડ ઉપર આવેલ સોનમ સોસાયટીમાં રહેતો મોહિત ઉર્ફે બિહારી રાજેશ પાલ,સોહિત રાજેશ પાલ,પ્રફુલ બીરબલ પાલ અને દીપક ઉર્ફે દાદુ અનીલ પાટીલ તેમજ દીપ્તેશ ઉર્ફે દીપુ અશોક પટેલે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની બાતમીના આધારે પોલીસે પાંચેય આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Next Story