Connect Gujarat
ભરૂચ

આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રાનું જંબુસરમાં સ્વાગત કરાયું

આમ આદમી પાર્ટી દ્વારા યોજવામાં આવેલ પરિવર્તન યાત્રા આમોદથી જંબુસર પ્લાઝા હોટલ પાસે આવી પહોંચતા તાલુકા હોદ્દેદારો દ્વારા સ્વાગત કરાયું હતું.

આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રાનું જંબુસરમાં સ્વાગત કરાયું
X

આમ આદમી પાર્ટી દ્વારા યોજવામાં આવેલ પરિવર્તન યાત્રા આમોદથી જંબુસર પ્લાઝા હોટલ પાસે આવી પહોંચતા તાલુકા હોદ્દેદારો દ્વારા સ્વાગત કરાયું હતું.

ગુજરાત રાજ્યના છેવાડાના નાગરિકો સુધી પહોંચવા આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં પરિવર્તન લાવવા યાત્રાનુ દાંડીથી ગાંધીનગર સુધી પરિવર્તન યાત્રાનું આયોજન કરાયું છે જે આજરોજ જંબુસર પ્લાઝા હોટલ ચોકડી પાસે આવી પહોંચતા જંબુસર વિધાનસભા પ્રભારી ખિલજી તેહરુદ્દીન સહિત હોદ્દેદારો દ્વારા સ્વાગત કરાયું હતું. સદર પરિવર્તન યાત્રા રોડ શો સ્વરૂપે જંબુસર શહેરના પ્લાઝા ચોકડીથી ડેપો સર્કલ ટંકારી ભાગોળ થઇ ઉમરા તરફ જવા રવાના થઈ હતી. પરિવર્તન યાત્રા નોબાર ધોરી પરબ, નોંધણા, ઉબેર, વેડચ, ગજેરા થઈ માસારોડ ચોકડી ખાતે પૂર્ણ કરવામાં આવશે તેમજ જંબુસર વિધાનસભા સહપ્રભારી દ્વારા જણાવાયું હતું યાત્રામાં જિલ્લા તાલુકા શહેર હોદ્દેદારો કાર્યકરો હાજર રહ્યાં હતા.

Next Story