ઝઘડીયા : ઉમલ્લા ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ દ્વારા આંબાખાડીની સગર્ભાને રસ્તામાં જ સફળ પ્રસુતિ કરાવાઇ
આંબાખાડી ગામની ફુલવંતીબેન શૈલેસભાઈ વસાવાને પ્રસુતિની પીડા ઉપડતા તેઓના પરિવાર જન દ્વારા ૧૦૮ એબ્યુલન્સ ફોન કરી જાણ કરેલ
BY Connect Gujarat Desk19 Jan 2022 10:03 AM GMT

X
Connect Gujarat Desk19 Jan 2022 10:03 AM GMT
ઝઘડિયા તાલુકાના આંબાખાડી ગામની ફુલવંતીબેન શૈલેસભાઈ વસાવાને પ્રસુતિની પીડા ઉપડતા તેઓના પરિવાર જન દ્વારા ૧૦૮ એબ્યુલન્સ ફોન કરી જાણ કરેલ અને થોડીક જ વારમા ઉમલ્લા ૧૦૮ના પાયલોટ નિર્મળસિંહ અને ઈ એમ ટી હિના બેને આંબા ખાડી પહોચી ગયા હતા.
આંબાખાડી ગામની ફુલવંતીબેન શૈલેસભાઈ વસાવાને પ્રસુતિની પીડા ઉપાડતા તેઓ આંબાખાડી થી અવિધા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને જઈ રહયા હતા તે સમયે રાજપારડી પાસે સગર્ભાને અસહ્ય પ્રસુતિ પીડા ઉપડતા ઈ એમ ટી હિના બેને પાયલોટ નિર્મળસિંહને કહી એમ્બ્યુલન્સ સાઈડમાં ઉભી રખાવી કીટ તૈયાર કરી ડોક્ટરના માર્ગદર્શન હેઠળ થોડીજ ક્ષણોમાં એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતી કરાવી હતી. સગર્ભાએ તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો અને જરૂરી સારવાર આપી માતા અને બાળકીને અવિધા સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કર્યા હતા. જ્યાં બંનેની તબિયત સારી હોવાનું જણાવેલ છે.
Next Story