ભરૂચ : શુકલતીર્થ રોડ પર કાર ચાલકે બે બાઇકને મારી ટક્કર, વીજકર્મીનું મોત,અન્ય એક સારવાર હેઠળ
ભરૂચ થી શુક્લતીર્થ જવાના માર્ગ પર તળાવ પાસે એક ઇકો કાર ચાલકે 2 બાઈકને ટક્કર મારી હતી. જેમાં એક બાઈક સવાર વીજ કંપનીના કર્મચારીનું મોત થયું હતું.જ્યારે અન્ય એકને ઈજા થઈ હતી.