New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/30213116/1-11.jpg)
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના અવાણિયા ગામ નજીક એક બાઇક અને ઓટોરિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં તળાજા તાલુકાના મધુવન ખાતે રહેતા પ્રદીપસિંહ રાઠોડ ઉ.19 નામના યુવાનને ગંભીર ઇજા પહોંચતા યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે મૃતક યુવાન અવાણિયા ખાતે પોતાના મામાના ઘરે પ્રસંગમાં આવેલ હોઈ જ્યાં પડવા ગામે કોઈ પ્રસંગે હાજરી આપવા જતા સમયે અવાણિયા નજીક લાકડા ભરીને જતી ઓટોરિક્ષા સાથે ધડાકા ભેર અથડાતા યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યાં આ ઘટનાની જાણ પોલીસને થતા એ.એસ.પી.સફીન હશન સહિત ઘોઘા પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી લાશનું સ્થળ પર પંચનામું કરી લાશને પી.એમ અર્થે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી