Connect Gujarat
ગુજરાત

ભુજની અદાણી મેડિકલ કોલેજમાં આજે 500 જેટલા ટ્રેઇની તબીબ વિદ્યાર્થીઓ હડતાલ પર ઉતર્યા

ભુજની અદાણી મેડિકલ કોલેજમાં આજે 500 જેટલા ટ્રેઇની તબીબ વિદ્યાર્થીઓ હડતાલ પર ઉતર્યા
X

આજરોજ ભુજ સ્થિત ગુજરાત અદાણી ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ એન્ડ સાયન્સ કોલેજમાં લગભગ ૫૦૦ જેટલા ટ્રેઇની તબીબ વિદ્યાર્થીઓ ડિન ઓફિસની સામે હડતાળ ઉપર ઉતાર્યા હતા.

વિદ્યાર્થીઓને કોલેજમાં પોતાનું શોષણ થતું હોવાની રાવ સાથે હડતાલ ઉપર ઉતારવાની ફરજ પડી હતી. અદાણી કોલેજમાં પગાર ભથ્થાના નામે અન્યાય થતો હોવાની બૂમ ઉઠવા પામી છે. રાજ્યની અન્ય મેડિકલ કોલેજોમાં તબીબના વિદ્યાર્થીઓને ૧૩ હજાર સ્ટાઇપંડ ચૂકવાય છે, જ્યારે અહીં માત્ર ૪ હજાર જ સ્ટાઈપંડ ચૂકવવામાં આવે છે. તો અન્ય કોલેજો હોસ્ટેલમાં માત્ર ૪૦૦ રૂપિયા ફી છે, તો અહીં ૩ હજાર વસુલાય છે.

ત્યારે કોલેજમાં ડોકટરી ભણવા માટે આવેલા વિદ્યાર્થીઓ સાથે શોષણ થતું હોવાના આક્ષેપ સાથે આજે ૫૦૦ જેટલા ટ્રેઇની તબીબો હડતાલ પર ઉતરી ગયા હતા. છાત્રોએ ૧૦થી ૧૩હજારના સ્ટાઈપંડની માંગ કરી છે, તો અન્ય મેડિકલ કોલેજોમાં મળતી સવલતો અહીં પણ આપવાની માંગ સાથે ધરણા કર્યા છે. ટ્રેઇની તબીબ વિદ્યાર્થીઓ દ્વારા પાડવામાં આવેલા આ હડતાલ અનિશ્ચિત મુદતની રહેશે તેવો રોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Next Story