Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં મેઘરાજા મહેરબાન, 50 ટકા વરસાદ નોંધાયો

રાજ્યમાં અનરાધાર વરસાદ થયો છે અનેક જિલ્લા અને તાલુકા જળબંબાકાર થયા છે , ત્યારે રાજ્યમાં 50 ટકાથી વધુ વરસાદ પડી ચૂક્યો છે.

રાજ્યમાં મેઘરાજા મહેરબાન, 50 ટકા વરસાદ નોંધાયો
X

રાજ્યમાં અનરાધાર વરસાદ થયો છે અનેક જિલ્લા અને તાલુકા જળબંબાકાર થયા છે , ત્યારે રાજ્યમાં 50 ટકાથી વધુ વરસાદ પડી ચૂક્યો છે. આ સાથે ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, અરબી સમુદ્રમાં વોલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે. જેને કારણે આગામી 24 કલાક અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે

રાજ્યમાં છેલ્લા અનેક દિવસથી થઇ રહેલા અનરાધાર વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે. વાત કરીએ સૌરાષ્ટ્રની તો રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ ,સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પડી રહેલા સતત વરસાદથી કેટલાક વિસ્તારો જળમગ્ન થઈ જવા પામ્યા છે. રાજ્યમાં 56.13 ટકા વરસાદ નોંધાઈ ચુક્યા છે. જેમાં 25 તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ થયો છે. જ્યારે 54 તાલુકામાં 20થી 40 ઇંચ વરસાદ થયો છે. સાથે રાજ્યના 82 તાલુકામાં 10થી 20 ઈંચ વરસાદ અને 73 તાલુકામાં 5 થી 10 ઈંચ વરસાદ થયો છે. ઉપરાંત રાજ્યના 17 તાલુકામાં 2થી 5 ઈંચ વરસાદ થયો છે.તો કચ્છમાં તો મેઘરાજા મહેરબાન થયા હોય તેમ સિઝનનો 100 ટકા કરતાં વધુ વરસાદ થયો છે. સમગ્ર જિલ્લામાં સિઝનનો 101.79 ટકા વરસાદ થઇ ચુક્યો છે.

Next Story