Connect Gujarat
ગુજરાત

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્ય સરકારે 10 હજારથી વધુ લોકોને કરી અધધ આટલા કરોડની સહાય

કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં ઘર વિહોણા તમામ નાગરિકોને માથે પાક્કી છત એટલે કે પાકા આવાસ ઉપલબ્ધ કરાવી જીવનધોરણ ઊંચું લાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્ય સરકારે 10 હજારથી વધુ લોકોને કરી અધધ આટલા કરોડની સહાય
X

રાજ્ય સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી અંતર્ગત એક જ દિવસમાં ૧૦,૨૫૭ લાભાર્થીઓને વિવિધ તબક્કામાં એક સાથે ૧૩,૪૦૧ હપ્તાઓની રૂ.૭૮.૬૨ કરોડની સહાય DBT મારફતે સીધા લાભાર્થીઓના બેન્ક ખાતામાં જમા કરવામાં આવી છે.

કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં ઘર વિહોણા તમામ નાગરિકોને માથે પાક્કી છત એટલે કે પાકા આવાસ ઉપલબ્ધ કરાવી જીવનધોરણ ઊંચું લાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્ય સરકાર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં નવા આવાસો તૈયાર કરીને ઘરવિહોણા નાગરિકોને ઘર આપીને તેમના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કર્યું છે.રાજ્યના લાખો નાગરિકો પોતાના ઘરનું ઘર કરવા પ્રધાનમંત્રી આવાસ યોજના ના વિવિધ ઘટકો હેઠળ લાભ મેળવતા હોય છે BLC ઘટક હેઠળ રાજ્યના મહાનગરપાલિકા, નગરપાલિકા અને વિવિધ સત્તામંડળ વિસ્તારમાં પોતાની માલિકીની જમીન પર આવાસ બાંધકામ માટે રાજય સરકાર દ્વારા લાભાર્થીઓને કુલ ૬ હપ્તાઓમાં રૂ.૩.૫૦ લાખની સહાય ફાળવવામાં આવે છે. જે અંતર્ગત એક જ દિવસમાં ૧૦,૨૫૭ લાભાર્થીઓને વિવિધ તબક્કામાં એક સાથે ૧૩,૪૦૧ હપ્તાઓની રૂ.૭૮.૬૨ કરોડની સહાય DBT મારફતે સીધા લાભાર્થીઓના બેન્ક ખાતામાં જમા કરવામાં આવી છે.

Next Story