Connect Gujarat
ગુજરાત

16 દિવસથી ચાલતી કવોરી ઉદ્યોગ હડતાળનો આવશે અંત?.. સી એમ સાથે બેઠક

રાજ્યમાં પહેલી મેથી કવોરી સંચાલકો હડતાળ શરૂ થઇ છે. જેનો અંત આવે તેવી શક્યતા દેખાઈ રહી છે.

16 દિવસથી ચાલતી કવોરી ઉદ્યોગ હડતાળનો આવશે અંત?.. સી એમ સાથે બેઠક
X

રાજ્યમાં પહેલી મેથી કવોરી સંચાલકો હડતાળ શરૂ થઇ છે. જેનો અંત આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. 16 દિવસથી ચાલતી હડતાળના પગલે જાગેલી સરકારે કવોરી ઉદ્યોગ 17 પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે પ્રયાસો હાથ ધરાઇ રહ્યા છે. રાજ્યમાં ક્વોરી ઉદ્યોગ હડતાળને કારણે આશરે એક હજાર કરોડથી વધુનું નુકસાન થયુ છે. આ સાથે ગુજરાત બ્લેક સ્ટોન ક્વોરી એસોસિએશને ચિમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી પ્રશ્ન નહીં ઉકેલાય ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે.આ હડતાળને સમાપ્ત કરવા એક બેઠક કરવામાં આવી હતી

ગુજરાત સરકારે ગુજરાત ક્વોરી એસોસિએશન અને ખાણ ખનિજ કમિશનર સાથે બેઠક યોજાઇ હતી. બેઠકમાં કવોરી ઉદ્યોગની પડતર માંગણીઓને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેનો હકારાત્મક યોગ્ય ઉકેલ લાવવા માટે સોમવારે ચાર વાગે ગાંધીનગરમાં ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનર કચેરીએ ક્વોરી એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક પણ યોજાઈ હતી. પરંતુ માંગણી ન સ્વિકારાતા બેઠક સફળ રહી ન હતી.આજે ફરી ગુજરાત ક્વોરી એસોસિએશનના પ્રતિનિધિઓની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક થવાની છે.આ બેઠકમાં સાકરતામ્ક ઉકેલ આવે તેવી સંભાવના છે ગુજરાત કવોરી એસોસિએશનના પ્રમુખે સરકાર સમક્ષ સ્પષ્ટતા કરી જણાવ્યું હતું કે અમારી તમામ માંગણી રાજ્ય સરકાર દ્વારા લેખિતમાં સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે.

Next Story