પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો વધારો, જાણો પ્રતિ લિટર કેટલો થયો વધારો

New Update

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી બાદ 137 દિવસ આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. સરકારી ઓઈલ કંપનીઓએ પ્રતિ લિટરે પેટ્રોલના ભાવમાં 80 પૈસાનો વધારો કર્યો છે. જ્યારે ડીઝલમાં પ્રતિ લિટરે પણ 80 પૈસાનો વધારો કર્યો છે. અસહ્ય ઉચા ટેક્સના કારણે દેશમાં પેટ્રોલ-ડીઝલ મોંઘા હોવા મુદ્દે દેશભરમાં વ્યાપક વિરોધ બાદ કેંદ્ર સરકારે છેલ્લે ચાર નવેમ્બર 2021એ ડ્યુટી ઘટાડીને પેટ્રોલ 12 રૂપિયા અને ડીઝલ પ્રતિ લિટરે 17 રૂપિયા સસ્તુ થયુ હતુ.

Advertisment

સરકારના રાજકીય વિરોધીઓએ આરોપ લગાવ્યો હતો કે મોદી સરકારે પાંચ રાજ્યોમાં ચૂંટણીને કારણે તેલ કંપનીઓને ભાવ વધારવાથી રોકી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત 112 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયા બાદ ઓઈલ કંપનીઓએ રવિવારે ડીઝલના મોટા ખરીદદારો માટે 25 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો હતો. ઓઈલ ડીલર્સનું કહેવું છે કે છૂટક કિંમતમાં ધીમે ધીમે વધારો કરવામાં આવશે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.21 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 87.47 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 110.82 રૂપિયા અને ડીઝલની કિંમત 95.00 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 105.51 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 90.62 રૂપિયા પ્રતિ લીટર છે. તે જ સમયે, ચેન્નાઈમાં પેટ્રોલ 102.16 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 92.19 રૂપિયા પ્રતિ લીટર છે.

Advertisment