Connect Gujarat
બિઝનેસ

ગો ફર્સ્ટ દ્વારા સુરતથી બેન્ગલુરુ, દિલ્હી અને કોલકતાની સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવી

અગાઉ ગોએર તરીકે ઓળખાતી ગો ફર્સ્ટ દ્વારા આજે સુરતથી બેન્ગલુરુ, દિલ્હી અને કોલકતાની સીધી ફ્લાઈટ શરૂ કરવામાં આવી હતી

ગો ફર્સ્ટ દ્વારા સુરતથી બેન્ગલુરુ, દિલ્હી અને કોલકતાની સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવી
X

અગાઉ ગોએર તરીકે ઓળખાતી ગો ફર્સ્ટ દ્વારા આજે સુરતથી બેન્ગલુરુ, દિલ્હી અને કોલકતાની સીધી ફ્લાઈટ શરૂ કરવામાં આવી હતી. આ સાથે એરલાઈન દ્વારા તેની પ્રાદેશિક કનેક્ટિવિટી મજબૂત બનાવવામાં આવી છે. આજે પ્રથમ ફ્લાઈટ G8 2202ને સુરતથી 1000 કલાકે લીલી ઝંડી બતાવવામાં આવી હતી, જેનું 1145 કલાકે દિલ્હીમાં આગમન થયું હતું.

નવા સ્ટેશનના ઉમેરાને કારણે ગો ફર્સ્ટની મજબૂત નેટવર્ક ક્ષમતા અને ગ્રાહકો માટે ઉત્તમ પસંદગી આપતાં મેટ્રો અને ટિયર 1 શહેરો વચ્ચે ઉત્તમ કનેક્ટિવિટીને વધુ બળ આપશે. તે જ દિવસે ફ્લાઈટ પાછી આવવાની હોવાથી પ્રવાસીઓ તેમના પ્રવાસનું બહેતર નિયોજન કરી શકશે અને સમય બચાવી શકશે. આને કારણે પ્રદેશમાં વેપાર અને લીઝર બંનેને જરૂરી ગતિ મળશે.

સુરતને હૈદરાબાદ, સિલિગુરી, પટના, શ્રીનગર, ગૌહાટી, જમ્મુ, માલદીવ્ઝ, લખનૌ અને રાંચીથી આવજાવ કરતી બેન્ગલુરુ , દિલ્હી અને કોલકતા સાથે જોડવામાં આવશે.

આ પ્રગતિ વિશે બોલતાં ગો ફર્સ્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કૌશિક ખોનાએ જણાવ્યું હતું કે ગો ફર્સ્ટમાં અમે અમારા ગ્રાહકોને પ્રવાસની આસાની આપવા અને સુચારુ વિકલ્પોની પસંદગી આપવા માટે મજબૂત નેટવર્ક નિર્માણ કરવા સતત પ્રયત્નશીલ રહીશું. આ નવાં સ્ટેશન્સ અમારા નેટવર્કને મજબૂત બનાવવા સાથે ગ્રાહકોને મેટ્રો અને અન્ય મહત્ત્વપૂર્ણ શહેરો અને તેની પાર સીધી કનેક્ટિવિટી આપશે. અમે ગ્રાહક સેવા અને કાર્યક્ષમતાના મહત્તમ સ્તરને સક્ષમ બનાવવા સાથે વૃદ્ધિ કરવાનું ચાલુ રાખીશું.

કાર્યક્ષમતા અને ગ્રાહક સંતોષ પર કેન્દ્રિત રહીને ગો ફર્સ્ટ યુ કમ ફર્સ્ટ ફિલોસોફી હેઠળ તેના પ્રવાસીઓને સહજ ઉડાણ અને એરપોર્ટનો અનુભવ આપવા પ્રયત્નશીલ છે. નવાં ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક સેક્ટર્સ ખૂલવાને લીધે અને તેના કાફલામાં નવા એરક્રાફ્ટ ઉમેરાવાને લીધે વર્તમાન સમયમાં તે વૃદ્ધિને પંથે છે. ગો ફર્સ્ટ 3.6 વર્ષના સરેરાશ કાફલાના આયુષ્ય સાથે વૈશ્વિક સ્તરે સૌથી યુવા એરક્રાફ્ટ ફ્લીટ્સમાંથી એક છે.

ફ્લાઈટનું સમયપત્રક નીચે મુજબ છેઃ


ગો ફર્સ્ટ વિશેઃ

ગોએર તરીકે સ્થાપિત ગો ફર્સ્ટને હાલમાં ગો એરમાંથી રિબ્રાન્ડ કરાઈ હતી. તે 150 વર્ષ જૂની બોમ્બે બરમાહ, 140 વર્ષ જૂની બોમ્બે ડાઈંગ, 102 વર્ષ જૂની બ્રિટાનિયા લિ., 67 વર્ષ જની નેશનલ પેરોક્સાઈડ લિમિટેડ, નવ વર્ષ જૂની બોમ્બે રિયાલ્ટી સહિત અગ્રણી બ્રાન્ડ્સનો સમાવેશ ધરાવતા 285 વર્ષના વાડિયા ગ્રુપનો ઉડ્ડયન ક્ષેત્રમાં પ્રવેશ છે.

અસ્વીકારઃ ગો એરલાઈન્સ (ઈન્ડિયા) લિમિટેડ આવશ્યક મંજૂરીની પ્રાપ્તિ, બજારની સ્થિતિઓ અને અન્ય વિચારણાઓને આધીન તેના ઈક્વિટી શેરો ("ઈક્વિટી શેરો'')ની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ લાવવાનો પ્રસ્તાવ ધરાવે છે અને સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા ("સેબી'') પાસે ડ્રાફ્ટ રેડ હરિંગ પ્રોસ્પેક્ટસ ("ડીઆરએચપી'') નોંધાવ્યું છે. ડીઆરએચપી સેબીની વેબસાઈટ www.sebi.gov.in અને ગ્લોબલ કોઓર્ડિનેટર્સ અને બુક રનિંગ લીડ મેનેજર્સની સંબંધિત વેબસાઈટ અનુક્રમે www.icicisecurities.com; www.online.citibank.co.in/rhtm/citigroupglobalscreen1.htm; www.morganstanley.com પર ઉપલબ્ધ છે.

કોઈ પણ સંભવિત રોકાણકારોએ નોંધ લેવી કે ઈક્વિટી શેરોમાં રોકાણ જોખમની ઉચ્ચ માત્રા ધરાવે છે. વિગતો માટે સંભવિત રોકાણકારોએ "જોખમનાં પરિબળો'' વિભાગ સહિત ડીઆરએચપી જોઈ લેવું જોઈએ. સંભવિત રોકાણકારોને કોઈ પણ રોકાણ નિર્ણય માટે ઉક્ત ડીઆરએચપી પર આધાર નહીં રાખવા અનુરોધ છે. આ સામગ્રીઓ યુનાઈટેડ સ્ટેટ્સમાં અથવા તેની અંદર પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ પ્રકાશન કે વિતરણ માટે નથી (તેના પ્રદેશો અને કબજો, યુનાઈટેડ સ્ટેટ્સ અને ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયાના કોઈ પણ રાજ્ય સહિત). આ સામગ્રી યુનાઈટેડ સ્ટેટ્સ, કેનેડા કે જાપાનમાં વેચાણમાટે સિક્યુરિટીઝની ઓફર નથી. અહીં સંદર્ભિત સિક્યુરિટીઝ સુધારણા અનુસાર યુ.એસ. સિક્યુરિટીઝ ધારા 1933 હેઠળ નોંધણી કરાઈ નથી કે કરાશે નહીં અને યુનાઈટેડ સ્ટેટ્સમાં ઓફર કે વેચાણ કરાઈ નહીં શકે, સિવાય કે નોંધણીથી લાગુ મુક્તિ અંતર્ગત. સિક્યુરિટીઝની કોઈ પબ્લિક ઓફરિંગ યુનાઈટેડ સ્ટેટ્સમાં કરાતી નથી.

Next Story