સતત બીજા દિવસે પણ ઘટ્યા સોના ચાંદીના ભાવ, વાંચો કેમ ઘટી રહ્યા છે ભાવ
BY Connect Gujarat2 Aug 2021 6:40 AM GMT

X
Connect Gujarat2 Aug 2021 6:40 AM GMT
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોમવારે ઓગસ્ટ વાયદા સોનાનો ભાવ 0.16 ટકા તૂટ્યો છે અને 10 ગ્રામ સોનાનો ભાવ 47926 રૂપિયા થયો છે. શરૂઆતમાં નબળાઈ જોવા મળ્યા બાદ તે 0.06 ટકા એટલે કે 29 રૂપિયાના વધારા સાથે 47875 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર રહ્યો છે.
એમસીએક્સ પર સપ્ટેમ્બર ચાંદીની કિંમત 0.3 ટકા ઘટીને 67895 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યો છે. હવે આ 55 રૂપિયા એટલે કે 0.08 ટકાના ઉછાળા સાથે 67902 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર રહ્યો છે. આંતરરાષ્ટ્રિય બજારોમાં સ્પોટ ગોલ્ડ ગયા સત્રમાં 2 અઠવાડિયા પર હાઈ પર પહોંચ્યા બાદ 0.2 ટકાના ઘટાડાની સાથે 1809.21 ડોલર પ્રતિ ઓંસ રહ્યો છે. ગયા અઠવાડિયે ગ્રીનબેંક 0.8 ટકા ઘટ્યા બાદ મજબૂત અમેરિકી ડોલરે કિંમતી ધાતુ પર દબાણ બનાવ્યું છે.
Next Story