Connect Gujarat
બિઝનેસ

પેટ્રોલ અને ડીઝલના ભાવ ગમે ત્યારે ઘટી શકે છે,પી.એમ.મોદી જાતે આવ્યા હરકતમાં

પેટ્રોલ અને ડીઝલના ભાવ ગમે ત્યારે ઘટી શકે છે,પી.એમ.મોદી જાતે આવ્યા હરકતમાં
X

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રેકોર્ડ ઊંચાઈએ છે. દરમિયાન બુધવારે વિશ્વની અગ્રણી ઓઇલ એન્ડ ગેસ કંપનીઓના સીઈઓ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં ઇંધણના ભાવ ઘટાડવા માટે નક્કર ઉકેલ શોધાય તેવી સંભાવના છે.

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સચિવ તરુણ કપૂરે પીએમ નરેન્દ્ર મોદીની વૈશ્વિક સીઈઓ સાથેની બેઠકની માહિતી આપતા જણાવ્યું કે પીએમ મોદી સાથે ની રાઉન્ડટેબલ બેઠકમાં દરેક ઓઇલ અને એનર્જી કંપનીના સીઈઓને બોલવા માટે 3 મિનિટનો સમય આપવામાં આવશે. તે પછી પ્રધાનમંત્રી પોતાના મંતવ્યો આપશે. પ્રધાનમંત્રી સાથેની બેઠકમાં રશિયાના રોઝેનેફ્ટના ચેરમેન અને સીઈઓ ડો.ઇગોર સેચિન, સાઉદી અરામકો, સાઉદી અરેબિયાના પ્રમુખ અને સીઈઓ અમીન નાસિર, બ્રિટિશ પેટ્રોલિયમ, યુકેના સીઈઓ ઓલિવર લી પેચ, સ્લેમ્બરઝર લિમિટેડ, યુએસએના સીઇઓ ઓલિવર લી પેચ, યુઓપીના પ્રમુખ અને સીઈઓ બ્રાયન ગ્લોવર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને વેદાંત લિમિટેડના ચેરમેન અનિલ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક અંગે માહિતી આપતાં કપૂરે કહ્યું હતું કે, આ વાટાઘાટોમાં ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધારવા અંગે સંવાદ થશે. કારણ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ સખત વધી રહ્યા છે અને હવે એક મર્યાદાથી આગળ વધી ગયા છે. તેમણે કહ્યું કે તેલ ઉત્પાદક દેશોએ આ વિષય પર પ્રતિક્રિયા આપવી જોઈએ. અમે તેલના ભાવમાં અચાનક ઘટાડો થવાનું સમર્થન કરતા નથી. પરંતુ ક્રૂડ ઓઇલ ઉત્પાદક કંપનીઓએ સમજવાની જરૂર છે કે આટલા ઊંચા ઇંધણના ભાવ પણ યોગ્ય નથી.

Next Story