પેટ્રોલ ડીઝલના ભાવોને અંકુશમાં રાખવા કેન્દ્ર સરકાર બનાવી રહી છે મોટો પ્લાન,વાંચો શું લેવાશે પગલા

લગભગ દોઢેક મહિના બાદ 22 માર્ચથી દેશભરમાં ઇંધણની કિંમત વધવા લાગી અને આ દરમિયાન રાજધાની દિલ્હીમાં ઇંધણની કિંમતમાં 10 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે.

New Update

લગભગ દોઢેક મહિના બાદ 22 માર્ચથી દેશભરમાં ઇંધણની કિંમત વધવા લાગી અને આ દરમિયાન રાજધાની દિલ્હીમાં ઇંધણની કિંમતમાં 10 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇંધણની વધતી કિંમતોથી લોકોને રાહત આપવા માટે સરકાર એક મોટી યોજના બનાવી રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, પેટ્રોલ-ડીઝલના ભાવમાં થોડાંક દિવસ સુધી કોઈ વધારો નહીં કરવામાં આવે. રિપોર્ટ અનુસાર, મોંઘા ઇંધણની કિંમતોથી લોકોને રાહત આપવા માટે સરકારે દેશની મોટી ઓઇલ માર્કેટિંગ કંપનીઓને સૂચના આપી છે.

Advertisment

રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડો નહીં થાય અને જો તેમાં સતત વધારો થતો રહેશે તો સરકાર પેટ્રોલ-ડીઝલની ખરીદી પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરશે જેથી કરીને લોકોને મોંઘા ઈંધણમાંથી રાહત મળી શકે છે. આ સિવાય રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું કે, કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારોને પેટ્રોલ-ડીઝલ પર વસૂલવામાં આવતા વેટમાં ઘટાડો કરવા પણ કહ્યું છે.

Advertisment