Connect Gujarat
બિઝનેસ

આજે સોનું રેકોર્ડ સ્તરથી 1000 રુપિયા સસ્તું, તો ચાંદી 4000 રુપિયા મોંઘું

સોનાનો ભાવ 49, 017 રુપિયા પર પહોંચી ગયો છે. જ્યારે ચાંદીની કિંમત 175 રુપિયા એટલે કે 0.27 ટકાની તેજીની સાથે 66053 રુપિયા પર પહોંચી ગઈ છે.

આજે સોનું રેકોર્ડ સ્તરથી 1000 રુપિયા સસ્તું, તો ચાંદી 4000 રુપિયા મોંઘું
X

ગુરુવારે 11 નવેમ્બરે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાનો ભાવ 0.33 ટકા વધ્યો છે. એટલે કે સોનું 163 રુપિયા મોંઘુ થયું. આ સાથે સોનાનો ભાવ 49, 017 રુપિયા પર પહોંચી ગયો છે. ત્યારે આજે ચાંદી પણ મોંઘી થઈ છે. ચાંદીની કિંમત 175 રુપિયા એટલે કે 0.27 ટકાની તેજીની સાથે 66053 રુપિયા પર પહોંચી ગઈ છે.ગત વર્ષ 11 નવેમ્બરે MCX પર સોનું 50, 259 પર કારોબાર કરી રહ્યું હતુ. ત્યારે 62, 097 રુપિયા પર ટ્રેડ કરી રહી હતી. આ હિસાબથી વર્તમાનમાં સોનું ફક્ત 1 હજાર રુપિયા સસ્તું રહી ગયું છે. પરંતુ ચાંદીની કિંમત લગભગ 4 હજાર રુપિયા મોંઘુ થયું છે. ઉલ્લેખનીય છે કે લગ્ન સિઝન શરુ થવાની છે. તેવામાં સોના ચાંદીના ભાવ સામાન્ય વ્યક્તિ માટે હેરાનગતિનું કારણ બની શકે છે.

Next Story