છોટા ઉદેપુર : બસને વડોદરાના બદલે રાજપીપળા લઇ જનારા એસટીના ડ્રાયવર અને કંડક્ટર સસ્પેન્ડ

0

ગુજરાતમાં દારુબંધી મુદે વિજય રૂપાણી અને અશોક ગેહલોટ વચ્ચે વાકયુધ્ધ ચાલી રહયું છે ત્યારે રાજયમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતો કિસ્સો બહાર આવ્યો હતો. નશામાં ધુત એસટી બસના ડ્રાયવરે બસનો રૂટ જ બદલી નાંખ્યો હતો. આ ઘટના બાદ એસટી નિગમે ડ્રાયવર અને કંડકટરને સસ્પેન્ડ કરી દીધાં છે.

છોટાઉદેપુર કલેક્ટર કચેરીના કર્મચારીઑને વડોદરા જવા માટેની ખાસ  બસની વયવસ્થા ઊભી કરવામાં આવી છે. બે દિવસ પહેલાં છોટાઉદેપુરથી વડોદરા જવા માટે ઉપડેલી બસનો ડ્રાયવર નશામાં ધુત હતો તેણે બસને વડોદરા જવાના બદલે રાજપીપળા તરફ જવાના માર્ગ પર વાળી દેતાં મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. દારૂના નશામાં ચૂર ડ્રાયવર લોકો સાથે અસભ્ય વર્તન કરી રહ્યો હતો. મુસાફરોનું કહેવું હતું કે કેટલીય વાર બસ માર્ગ છોડી માર્ગની બાજુમાં નીચે ઉતરી જતી હતી. જેમાં કેટલાક વાહનો અડફેટે આવતા બચ્યા હતા.

બોડેલી બસને આવવાનો સમય સાંજે 7 વાગ્યાનો છે, પણ બસ સમયસર ન પહોચતા મુસાફરોએ કંટ્રોલ ઓફીસ પર પહોચી ડ્રાયવર અને કંડક્ટરને બદલવાની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો. ડેપો મેનેજરનો સંપર્ક કંટ્રોલરે કરતાં ડ્રાયવર અને કંડક્ટરને બદલવામાં આવ્યા હતા, ત્યાર બાદ બસ રવાના કરવામાં આવી હતી. આ બનાવમાં બસનો ડ્રાયવર કેમેરાની સામે ખુદ કબૂલી રહ્યો છે કે, તેણે દારૂ પીધો છે  જયારે કંડક્ટર કહી રહ્યો છે કે, હું પૈસા છૂટા લેવા ગયો અને બસ જતી રહી. સમગ્ર બનાવ અંગે છોટાઉદેપુર એસ.ટી. ડેપો મેનેજરે નશામાં ચૂર એસ.ટી.ના ડ્રાયવર અને કંડક્ટરને સસ્પેન્ડ કરી દીધાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here