અમદાવાદ : કોરોના વેકસીનની સોલા હોસ્પિટલમાં કરાશે ટ્રાયલ, ટુંક સમયમાં વિતરણ

0
National Safety Day 2021

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહયો છે ત્યારે કોરોનાની વેકસીન કયારે આવશે તેની લોકો આતુરતાથી રાહ જોઇ રહયાં છે. ત્યારે આ બધા વચ્ચે રાહતના સમાચાર મળી રહયા છે. ગુજરાતમાં થોડા દિવસોમાં કોરોનાની વેકસીન આવશે અને હવાઇ માર્ગે આવનારી વેકસીનની સોલા હોસ્પિટલમાં ટ્રાયલ લેવામાં આવશે.

દિવાળીના તહેવારો બાદ કોરોના વાયરસે ઉથલો મારતાં લોકોના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવી છે. પણ મળતી માહિતી પ્રમાણે કોરોના વેક્સિન ગુજરાતમાં આગામી થોડા દિવસોમાં હવાઈ માર્ગે લાવવામાં આવશે. આ વેકસીનને પ્રથમ અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કે એક હજાર લોકો ઉપર ટ્રાયલ કરવામાં આવશે તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ માટે હોસ્પિટલે 1 હજાર લોકોને આઈડેન્ટિફાય કર્યા છે.

ગુજરાતમાં વેકસીન ટ્રાયલ માટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં આવશે. તેને ધ્યાનમાં લઈને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાંઆજે સીએમ નિવાસ્થાને એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાની વાત સામે આવી રહી છે.આ બેઠકમાં વેક્સીન ટ્રાયલ ને લઇ ચર્ચા કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here