Connect Gujarat
ગુજરાત

ડાંગ : વાન ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત

ડાંગ : વાન ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ  ગુમાવતા સર્જાયો અકસ્માત
X

ડાંગ જિલ્લાનાં આહવાથી

વઘઇને સાંકળતા રાજ્યધોરી માર્ગનાં નડગખાદી ગામ નજીક પીકઅપ વાન પલ્ટી મારી જતા ઘટના

સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

ઘટના સ્થળ ઉપરથી મળતી

માહિતી મુજબ ડાંગ જિલ્લાનાં વઘઇ તરફથી એક ગાય અને વાછરડા ભરી આહવા તરફ જઈ રહેલ

પીકઅપ વાન.ન.જી.જે.30.ટી.0876 જે આહવાથી વઘઇને સાંકળતા

રાજ્યધોરી માર્ગનાં નડગખાદી ચીકટયા નજીક સ્મશાન પાસે ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ

પરનો કાબૂ ગુમાવી દેતા આ પીકવાન પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો

હતો, જે

અકસ્માતનાં બનાવમાં પીકવાનને જંગી નુકસાન થયુ હતુ, જ્યારે તેમાં ભરેલ ગાય

સહિત વાછરડાઓને ઇજાઓ પોહચી હતી, આ બનાવમાં ચાલકને પણ ગંભીર ઇજાઓ પોહચતા 108 એમ્બ્યુલન્સ મારફતે

તાત્કાલીક સારવારનાં અર્થે નજીકની આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી

હોવાની વિગતો સાંપડેલ છે.

Next Story
Share it