Connect Gujarat
ધર્મ દર્શન 

ભરૂચ: હાંસોટના સુણેવક્લ્લા ગામના 22 કાવડયાત્રીઓ દ્વારા 1050 કી.મી.ની મલ્લિકાઅર્જુન જ્યોતિર્લીંગની કાવડ યાત્રા સંપન્ન

હાંસોટ તાલુકાનાં સુણેવક્લ્લા ગામના કાવડ યાત્રીઓ દ્વારા ભક્તિ સાથે સાહસનું અદભૂત ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું

ભરૂચ: હાંસોટના સુણેવક્લ્લા ગામના 22 કાવડયાત્રીઓ દ્વારા 1050 કી.મી.ની મલ્લિકાઅર્જુન જ્યોતિર્લીંગની કાવડ યાત્રા સંપન્ન
X

જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસમાં શિવ ભક્તો ભોળા શંભુની આરાધનામાં લીન બને છે. શ્રાવણ માસમા કાવડમાં જળ ભરી દેવાધિદેવ મહાદેવને અર્પણ કરવાનો અનેરો મહિમા છે ત્યારે હાંસોટ તાલુકાનાં સુણેવક્લ્લા ગામના કાવડ યાત્રીઓ દ્વારા ભક્તિ સાથે સાહસનું અદભૂત ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. સુણેવ ગામના 22 કાવડયાત્રીઓ ગત તારીખ 29મી જુલાઇના રોજ આંધ્રપ્રદેશમાં આવેલ મલ્લિકાઅર્જુન જ્યોતિર્લીંગ સુધી 1050 કી.મી.ની કાવડયાત્રાએ જવા રવાના થયા હતા તેઓ 24 દિવસ સુધી સતત પદયાત્રા કરી તારીખ 22મી ઓગસ્ટે મલ્લિકાર્જુન જ્યોતિર્લીંગ ખાતે પહોંચ્યા હતા અને દેવાધિદેવ મહાદેવની આરાધના કરી હતી.સમગ્ર ગ્રામજનોના સહયોગથી કાવડયાત્રીઓ દ્વારા તેમની યાત્રા સફળતા પૂર્વક સંપન્ન કરવામાં આવી છે

Next Story