Connect Gujarat
ધર્મ દર્શન 

આજે સુર્યગ્રહણ અને શનિશ્વરી અમાસ નિમિતે ભુલીને પણ ન કરો આ કામ,વાંચો

આજે સૂર્યગ્રહણની સાથે જ શનિશ્વરી અમાસ પણ પડી રહી છે. આ દિવસે કર્મ ફળ આપનાર શનિદેવની પૂજા નિયમાનુસાર કરવામાં આવશે.

આજે સુર્યગ્રહણ અને શનિશ્વરી અમાસ નિમિતે ભુલીને પણ ન કરો આ કામ,વાંચો
X

આજે સૂર્યગ્રહણની સાથે જ શનિશ્વરી અમાસ પણ પડી રહી છે. આ દિવસે કર્મ ફળ આપનાર શનિદેવની પૂજા નિયમાનુસાર કરવામાં આવશે. આજ ચૈત્ર અમાસ પર સ્નાન અને દાનનું મહત્વ ઘણું વધારે છે. શનિ અમાસ પર ખૂબ જ સારો સંયોગ બની રહ્યો છે. આવી સ્થિતિમાં કુંડળીમાં હાજર સાડા સાતી, ધૈયા અને શનિ દોષથી છુટકારો મેળવવા માટે કેટલાક ઉપાય કરવા શુભ સાબિત થઈ શકે છે. આ સિવાય શનિ અમાસના અવસર પર જ્યાં શનિદેવને પ્રસન્ન કરવા માટે વિધિવત પૂજા કરવામાં આવે છે. જે મુજબ શનિ અમાસના દિવસે કેટલાક કામ કરવાની મનાઈ છે. અને સાથે જ સૂર્યગ્રહણ પણ છે.30 એપ્રિલ અને 1 મેના વચ્ચેના સમયગાળામાં રાતે સૂર્યગ્રહણ થઈ રહ્યું છે. આ ગ્રહણ દક્ષિણ અમેરિકા, દક્ષિણ પ્રશાંત મહાસાગર વગેરે જગ્યાએ જોવા મળશે, આ દેશોમાં ગ્રહણ સમયે દિવસ રહેશે અને સરળતાથી સૂર્યગ્રહણ જોઇ શકાશે.

સૂર્યગ્રહણનો સમય :-

ભારતીય સમય પ્રમાણે સૂર્યગ્રહણ 30 એપ્રિલે રાતે 12.15 વાગ્યાથી શરૂ થશે અને 1 મે સવારે 4.08 કલાકે ગ્રહણ પૂર્ણ થઈ જશે. જે ક્ષેત્રોમાં ગ્રહણ જોવા મળશે, ત્યાં ગ્રહણ સમયથી 12 કલાક પહેલાં સૂતક શરૂ થઇ જાય છે અને ગ્રહણ પૂર્ણ થવાની સાથે જ સૂતક પણ દૂર થાય છે

શનિ અમાસ પર આ કામ ન કરવું જોઈએ

- શનિદેવની પૂજા કરતી વખતે ક્યારેય તેમની સાથે આંખો ન મિલાવવી. તમે પૂર્ણ ભક્તિથી આંખો નમાવીને તેમની પૂજા કરો. એવું માનવામાં આવે છે કે જો તમે શનિદેવ સાથે આંખો મિલાવશો તો તેમની ખરાબ દ્રષ્ટિ તમારા પર પડે છે.

- જો તમે આજે શનિ મંદિરમાં જઈ રહ્યા છો તો પાછા ફરતી વખતે આ વાતનું ધ્યાન રાખો કે શનિદેવને તમારી પીઠ ન બતાવો, પરંતુ વિરુદ્ધ પગ સાથે મંદિરની બહાર આવો. નહિ તો શનિદેવ ગુસ્સે થાય છે.

- શનિ અમાસના દિવસે સ્નાનનું દાન કરવું જોઈએ. આ દિવસે કાળી વસ્તુઓનું દાન કરવું જોઈએ.

- શનિ અમાવસ્યાના દિવસે લોખંડની વસ્તુઓ સિવાય ચંપલ, સાવરણી વગેરે ન ખરીદવા જોઈએ. કારણ કે તેનાથી વ્યક્તિની કુંડળીમાં શનિદોષ વધે છે.

- શનિ અમાવસ્યાના દિવસે જે પણ વ્યક્તિ તમારા દ્વારે કોઈ વસ્તુ માંગવા આવે તેને દાન અવશ્ય કરવું જોઈએ. જો તમે આવું ન કરો તો શનિદેવ ક્રોધિત થઈ જાય છે.

- શનિ અમાવસ્યાના દિવસે કોઈનું પણ અપમાન કે પરેશાન ન કરવું જોઈએ.

- શનિ અમાવસ્યાના દિવસે શુદ્ધ શાકાહારી ભોજન લેવું જોઈએ. આ દિવસે માંસ, દારૂ વગેરેથી દૂર રહેવું જોઈએ.

Next Story