Connect Gujarat
ધર્મ દર્શન 

ગણેશ ચતુર્થી: મનોકામના પૂર્ણ કરવાનો શુભ દિવસ, ઘરમાં સ્મૃદ્ધિ માટે આ રીતે કરો ગણેશ પૂજન

ગણેશ ચતુર્થી: મનોકામના પૂર્ણ કરવાનો શુભ દિવસ, ઘરમાં સ્મૃદ્ધિ માટે આ રીતે કરો ગણેશ પૂજન
X

ગત વર્ષે કોરોના સંકટને કારણે ગણેશ ચતુર્થીની ઉજવણી ઘરમાં ખૂબ જ સાદગીથી કરવામાં આવી હતી. પરંતુ આ વર્ષે તેની ધૂમધામ તૈયારીઓ દેખાઈ રહી છે. ગણેશ ચતુર્થીનો તહેવાર 10 સપ્ટેમ્બર, શુક્રવારે દેશભરમાં ઉજવવામાં આવશે. ત્યારે લોકો ઘરમાં રહીને પૂજા કરવાની તૈયારીઓ કરી રહ્યા છે.

ભગવાન વિનાયક એટલે કે, ગણેશનો જન્મ વિનાયક ચતુર્થીના દિવસે થયો હતો. ભદ્ર માસનો ચોથો દિવસ ગણેશની જન્મજયંતિ છે. ગણેશ ચતુર્થીએ ભગવાન ગણેશની પૂજા કરવાથી સંકટ દૂર થાય છે અને ઇચ્છાઓ પૂર્ણ થાય છે. સામાન્ય રીતે ચતુર્થીના દિવસે બપોરે ગણેશ પૂજા કરવામાં આવે છે. પરંપરાગત રીતે ભદ્ર શુક્લ ચતુર્થીના દિવસે ભક્તો ઘરમાં ગણપતિની મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા અને પૂજા કરે છે. આ પ્રસંગે ઘણા લોકો 10 દિવસ સુધી ઘરમાં ગણપતિ પૂજનનું આયોજન કરે છે અને અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ બાપ્પાને ધામધૂમથી વિદાય કરી બધું જ મંગલમય થાય તેવી પ્રાર્થના કરે છે.

આ વખતે ગણપતિ પૂજનનું શુભ મુહૂર્ત 12.17 કલાકે અભિજીત મુહૂર્તમાં શરૂ થશે અને રાત્રે 10 વાગ્યા સુધી પૂજા માટે શુભ સમય રહેશે. પૂજા સમયે ૐ ગણપતિયે નમ: મંત્રનો જાપ કરતી વખતે ગણપતિજીને જળ, ફૂલ, અક્ષત, ચંદન અને ધૂપના દીવા અને ફળ અર્પણ કરો. ગણેશના સૌથી પ્રિય મોદકને પ્રસાદ ધરો. ગણેશજીને દુર્વા ખૂબ ગમે છે. તેથી પૂજામાં દુર્વા અર્પણ કરો. તેનાથી ઘરમાં ધન વૃદ્ધિનો યોગ બને છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ વેપાર વધારવા દરરોજ ગણેશની મૂર્તિને સફેદ ફૂલોથી શણગારવી જોઈએ. શુભ પ્રભાવ વધારવા ગણેશની મૂર્તિને હળદરથી શણગારવી જોઈએ. આ ઉપરાંત પીળા કપડાને પણ સજાવી શકાય છે.

શિવપુરાણ અનુસાર, માતા પાર્વતીએ પોતાના મેલથી એક પુતળું બનાવીને તેને જીવંત કર્યુ હતું. ત્યાર બાદ તેમણે તેને કહ્યું કે તે સ્નાન કરવા જઇ રહી છે અને આ દરમિયાન મહેલની અંદર કોઇને પણ પ્રવેશ કરવા દેવામાં ન આવે. સંજોગોથી તે જ સમયે ભગવાન શિવનું આગમન થયું. તેમને અંદર જતા જોઇને ગણેશ જીએ બહાર જ અટકાવ્યા. શિવજીએ બાળ ગણેશને ખૂબ સમજાવ્યા પરંતુ તેઓ ન સમજ્યા. અંતે ભગવાન શિવે ક્રોધમાં આવીને પોતાના ત્રિશૂલ વડે બાળ ગણેશનું માથું ધડથી અલગ કરી નાખ્યું. સ્નાન કરીને પરત આવ્યા બાદ દેવી પાર્વતીને આ વાતની જાણ થતા તેઓ ખૂબ ક્રોધિત થયા. તેમના ક્રોધને શાંત કરવા ભગવાને શિવે ગણેશજીના ધડ પર હાથીનું મસ્તક લગાવી ફરી જીવનદાન આપ્યું.

Next Story