Connect Gujarat
ધર્મ દર્શન 

શક્તિપીઠ અંબાજી મંદિરમાં એક માઈ ભક્તે 20 વર્ષમાં 20 કિલો સોનું દાનમાં આપ્યું

અંબાજી માતાના ભક્તે 500 ગ્રામ સોનાનું દાન કર્યું હતું. જેની કિંમત અંદાજે 24 લાખ 50 હજાર આંકી શકાય છે.

શક્તિપીઠ અંબાજી મંદિરમાં એક માઈ ભક્તે 20 વર્ષમાં 20 કિલો સોનું દાનમાં આપ્યું
X

સુપ્રસિદ્ધ વિશ્વ વિખ્યાત શક્તિપીઠ અંબાજી મંદિર સુવર્ણમય બનાવવાની એક નેમ છે અને કામગીરી થઈ રહી છે. ત્યારે ભક્તો સોનાનું દાન કરી રહ્યા છે. ત્યારે અંબાજી માતાના ભક્તે 500 ગ્રામ સોનાનું દાન કર્યું હતું. જેની કિંમત અંદાજે 24 લાખ 50 હજાર આંકી શકાય છે. માં અંબાના આ ભક્ત બીજું કોઈ નહીં પણ વર્ષોથી દાતાર રહેલા નવનીત શાહ છે તેઓ દર વર્ષે માં અંબાના ચરણોમાં સોનાની ભેટ આપે છે.


અંબાજી મંદિરમાં દર વર્ષની જેમ ભાદરવી પૂનમના દિવસે સોનાનું દાનનો અવિરત અખૂટ પ્રવાહ આ વખતે પણ રહ્યો છે. જાણીતા બિઝનેસમેન નવનીત શાહે આ વખતે પણ 500 ગ્રામ એટલે કે અંદાજે 24 લાખ 50 હજારની કિંમતના સોનાનું દાન માં અંબે માં મંદિરમાં આપ્યું છે. દાનવીર કહેવાય નવનીત શાહ છેલ્લા 20 વર્ષથી સોનાનું દાન દર વર્ષ કરતા આવે છે અને અત્યાર સુધી તેમણે 20 કિલો સોનાનું દાન અંબાજી મંદિર ખાતે કરી દીધૂ છે. જણાવી દઈએ કે પ્રાપ્ત માહિતી અનુસાર નવનીત શાહ એક ફાર્માસ્યુટિકલ કંપનીના માલિક છે જે માં અંબા પર અતૂટ શ્રદ્ધા ધરાવે છે. આ દાન તેમણે અંબાજી મંદિરના સુવર્ણ શિખર માટે કર્યું છે તેમને માં અંબા પ્રત્યે અપાર શ્રદ્ધા છે અત્યાર સુધીમાં મા અંબાના સુવર્ણ શિખર મા 140 કિલો 435 ગ્રામ સોનુ 15 હજાર 711 કિલો તાંબુ વપરાયું છે

Next Story