ખેડા : તીર્થરાજ વડતાલ ધામમાં પવિત્ર ગોમતીજીના તટે નિર્માણ પામશે અલૌકિક અક્ષરભુવન

2, 85, 000 સ્ક્વેર યાર્ડમાં આકાર લઈ રહેલાં અક્ષર ભુવનનું બાંધકામ અસલ ભારતીય પરંપરા મુજબ કરવામાં આવી રહ્યું છે. આ આખું મ્યુઝિયમ 2 હજાર વર્ષ સુધી અડીખમ રહેશે.

New Update
Vadtal dham
Advertisment

ખેડા જિલ્લાના નડીઆદ તાલુકાના તીર્થરાજ વડતાલ ધામના પવિત્ર ગોમતીજીના તટે નિર્માણાધિન અલૌકિક અક્ષરભુવન શ્રીજીના ઐશ્વર્યનું નવું સરનામું અને દેશનું બેનમૂન નજરાણું આકાર લઈ રહ્યું છેજ્યાં અર્વાચીન સુવિધા અને પ્રાચીન સંસ્કૃતિના સમન્વયસમું મ્યુઝિયમ પણ નિર્માણ પામનાર છે.

Advertisment

 સ્વામિનારાયણ ભગવાનના અવતારીય ઐશ્વર્યની સાક્ષી રહેલ ભૌતિક વસ્તુઓના ખજાનાસમુ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની એવા તીર્થરાજ વડતાલ ધામના પવિત્ર ગોમતીજીના તટે નિર્માણાધિન અલૌકિક અક્ષરભુવનની મનમોહક તસ્વીરો સામે આવી છે. વર્ષોથી ગુજરાત ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓનું પ્રતીક રહ્યું છે.

અક્ષરભુવન મ્યુઝિયમ ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે એક મહત્વની ભૂમિકા ભજવશેજે ગુજરાત માટે ગૌરવની વાત છે. ભગવાન શ્રીસ્વામિનારાયણ તેમના જીવનકાળમાં 40 વખત અહીં આવ્યા હતા. તેથીભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા ઉપયોગમાં લેવાયેલી વસ્તુઓને લાંબા સમય સુધી સાચવવા અને દૃશ્યમાન રાખવા માટેમંદિર પ્રશાસને એક વિશાળ સંગ્રહાલય બનાવવાનો નિર્ણય લીધોજે આધ્યાત્મિકજગતની સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવશે.

આટલા મોટા ભવ્ય મ્યુઝિયમની ખાસિયત એ છે કેઆ બિલ્ડિંગમાં ક્યાંય સિમેન્ટ અને લોખંડનો ઉપયોગ કરવામાં આવતો નથી. સિમેન્ટની જગ્યાએ આપણી પ્રાચીન પદ્ધતિથી શાસ્ત્રોક્ત રીતે ગુગળગોળહરડેઅડદનો લોટરેતી અને પાણીના મિશ્રણને 100 વાર ઘંટીમાં પીસીને તેમાંથી સંપૂર્ણ મ્યુઝિયમ તૈયાર થશે.

 આ મ્યુઝીયમમાં 1209 સ્તંભ1525 કમાનો1920 ફૂટ લાંબો મંડોવર74 ઘુમ્મટ23 સામરણ અને 1 મુખ્ય ગુંજબ જેના કેન્દ્રમાં સ્વામિનારાયણ ભગવાનની 16 ફૂટ ઊંચી પંચધાતૂની મૂર્તિ વિરાજિત થશેઅને 24 અવતારને રિપ્રેઝન્ટ કરતાં વિશાળ મ્યુઝિયમ હોલ બનાવાશે. આ ઉપરાંત સ્વાગત કક્ષ (ઈન્ફોર્મેળન ડેસ્ક) સંત આશ્રમ અને હાઈટેક કન્ઝર્વેશન લેબોરેટરી પણ બનાવવામાં આવશે. 285000 સ્ક્વેર યાર્ડમાં આકાર લઈ રહેલાં અક્ષર ભુવનનું બાંધકામ અસલ ભારતીય પરંપરા મુજબ કરવામાં આવી રહ્યું છે. આ આખું મ્યુઝિયમ 2 હજાર વર્ષ સુધી અડીખમ રહેશે.

આખા મ્યુઝિયમ ફરતે 18 ફૂટની 5 ફૂટ પહોળી ગ્રેનાઈટ તથા સેન્ડ સ્ટોનની દીવાલ બની રહી છેઅને દોઢ ફૂટની ઉંડાઈના લાલ પથ્થરની જગતીનું કામ થશેજ્યારે પાયાનું કામ પૂર્ણ થયું ત્યારે સ્ટ્રક્ચર તથા જમીનની સ્ટેબિલીટી ચકાસવા માટે 1200 ટનથી વધુ વજન મુકી જેકથી પ્રેશર ચેક કર્યું હતું. જેમાં પાયો એમને એમ જ રહ્યો હતો તેમાં જરાપણ અસર થઈ નહોતી. એટલે એના પરથી કહી શકાય કેગમે એવો ભૂકંપનો ઝટકો પણ અક્ષર ભુવનના બિલ્ડિંગને જરાપણ અસર કરશે નહીં.

મ્યુઝિયમના લેન્ડસ્કેપિંગમાં કમળની ડિઝાઈનમાં નવધા ભક્તિનાં દર્શન લોકો કરી શકશે. આ કમળની દરેક પાંખડી પર 16-16 ફૂટની પ્યોર બ્રાસની મૂર્તિ અને તેની વચ્ચોવચ સ્વામિનારાયણ ભગવાનની 49 ફૂટ ઊંચી મૂર્તિ મુકવામાં આવશે. કોલમની વચ્ચે 564 કમાન લગાવ્યા છે. જેમાંથી 400થી વધુ કમાનનું ફિટિંગ થઈ ગયું છેઅને બીજા કમાન લગાવવાનું ચાલી રહ્યું છે.

Advertisment

આ અક્ષર ભુવનનું કામ આશરે 4 વર્ષમાં પૂર્ણ થઈ જશે તેવી પ્રબળ શક્યતા છે. આ અક્ષરભુવનમાં ભગવાન સ્વામિનારાયણના જીવનમાં ઉપયોગમાં આવેલી 5 હજારથી વધુ વસ્તુઓ જેવી કેસુવર્ણ પિચકારીતીર અને ધનુષધરમપુરના રાજમાતા કુશળ કુંવરબાએ આપેલો જરીનો ગૂંથેલો મુગટગાયકવાડ સરકારે અર્પણ કરેલો નવલખો હારસ્વામિનારાયણ ભગવનના નખઅસ્થિકેશચરણરજમોજડીખેસ51 વાટની આરતી,  શાલ સહિતની વસ્તુ લોકો માટે પ્રદર્શિત કરવામાં આવનર છે.

Latest Stories